Team Chabuk-Gujarat Desk: સુરતમાં સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. મિસિંગ સેલે દરોડા પાડીને સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરીને થાઈલેન્ડની સાત યુવતીઓ સહિત 10 લોકોને ઝડપી પાડ્યા છે.
સુરતના વેસુ સ્વસ્તિક માઈલ સ્ટોનની પાછળ રીચમોન્ડ પ્લાઝામાં બીજા માળે કોરલ પ્રાઇમ સ્પામાં સેક્સ રેકેટ ચાલતું હોવાની મિસિંગ સેલનો માહિતી મળી હતી. જેથી મિસીંગ સેલે કોરલ પ્રાઈમ સ્પામાં દરોડો પાડતાં સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. શુક્રવારે બપોરે મિસિંગ સેલે દરોડા પાડી 7 થાઇલેન્ડની યુવતી સહિત 10ને ઝડપી પાડ્યા છે. સ્પામાંથી પોલીસે રોકડ રૂપિયા 10,200, ફોન-7 રૂ. 83,000, 5 કોન્ડોમ, સ્વાઇપ કાર્ડ મશીન મળી 96,200નો મુદામાલ જપ્ત કર્યો હતો.

સ્પાનો માલિક દિપક ઉર્ફે નિમીત રવજી પટેલ અને વિદેશી મહિલા લમાઈ ઉર્ફે સ્માઇલી ચીમખોનબૂરીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સ્પામાંથી ગ્રાહક અભિષેક લક્ષ્મણ કાકડીયા(ઉ.વ.24, રહે, શિવશંકર પાર્વતી સોસા, વરાછા) પકડાયો છે. સ્પાની મેનેજર ગીતા ઉર્ફે સુઝેન ટીકારામ ચેત્તરી (ઉ.વ. 28, મૂળ,સિક્કીમ) અને સંચાલક ઉમેશ જગન્નાથ આહીરરાવ(ઉ.વ. 35, રહે, સ્કાય એવન્યુ, ડિંડોલી)ને પકડી ઉમરા પોલીસને સોંપ્યા છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત