Team Chabuk-Gujarat Desk: ગોંડલમાં બેકાબૂ કાર ચાલકે એક વૃદ્ધને અડફેટે લેતાં વૃદ્ધનું મોત નિપજ્યું છે. ગોંડલના અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ગોંડલના વિક્રમસિંહજી કોમ્પલેકસ રોડ પર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની આ ઘટનામાં એન્ડેવર કારના ચાલકે એક્ટિવા અને બાઇક ચાલકને અડફેટે લેતાં વૃદ્ધનું મોત થયું હતું. ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. આ અકસ્માત સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગયો હતો. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો છે.
ગોંડલમાં કાર ચાલકે અડફેટે લેતાં વૃદ્ધનું મોત#gondal #car #accident #Death pic.twitter.com/mplrG71xzv
— thechabuk (@thechabuk) April 23, 2022
ગોંડલના વિક્રમસિંહજી કોમ્પલેક્ષ રોડ પર કાર ચાલકે બેફામ કાર હંકારીને 1 બાઇક અને 1 એક્ટિવાને અડફેટે લીધા હતા. રોડ પર ફુલ ઝડપે આવી રહેલી કારે બે વાહનોને અડફેટે લીધા બાદ કાર સીધી એક દુકાનમાં ઘુસી ગઈ હતી. હિટ એન્ડ રનના બનાવમાં 70 વર્ષીય ઇકબાલભાઈ ઈસ્માઈલ ભાઈ મુકાતી નામના વૃદ્ધનું મોત થયું હતું.
ઘટનાના પગલે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકે એકઠાં થઈ ગયા હતા. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને કારના નંબરના આધારે કાર ચાલકની શોધખોળ આદરી હતી. સમગ્ર અકસ્માતની ઘટના સીસી ટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોવા મળી રહ્યું છે કે કાર ચાલકે ફુલ સ્પીડમાં કાર હંકારીને એક બાઇક અને એક એક્ટિવાને અડફેટે લીધા હતા અને ત્યારબાદ એક દુકાનના શટર સાથે કાર અથડાઇ હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી હતી.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત