Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં દુષ્કર્મના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે અસામાજિક તત્વોમાં ખોફ ઉભો થાય તે માટે તાજેતરમાં કોર્ટ દ્વારા ઝડપથી ન્યાય પણ આપવામાં આવી રહ્યો છે. આવો જ એક ચુકાદો કપડવંજ સેશન્સ કોર્ટે આપ્યો છે. કપડવંજ સેશન્સ કોર્ટે નિરમાલી સીમ વિસ્તારમાં મહિલા પર થયેલા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં ત્રણ દોષિતોને ફાંસીની સજા ફટકારી છે. કપડવંજ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા વર્ષ 2018ના આ કેસમાં સામૂહિક દુષ્કર્મ ગુજારી મહિલાની હત્યા કરવાના ગુનામાં ત્રણ શખ્સોને ફાંસીની સજા ફટકારી છે.
સરકારી વકીલ મિનેષ પટેલે 26 લોકોની જુબાની અને 45 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વી.પી અગ્રવાલે આ ચુકાદો આપ્યો હતો. જેમાં સામૂહિક દુષ્કર્મ અને હત્યા કેસના ગુનેગાર એવા ગોપી ઉર્ફે ભલા દેવીપૂજક, જયંતી બબાભાઈ વાદી અને લાલો ઉર્ફે કંકુડીયો રમેશભાઈ વાદીને ફાંસીની સજા સંભળાવી છે.
2018માં બની હતી ઘટના
આ ઘટના 28 ઓક્ટોબર, 2018 ના વર્ષમાં બની હતી. કપડવંજના નિરમાલી ગામની સીમમાં બનાવ બન્યો હતો. કપડવંજ તાલુકાના મોટી ઝેર પાસે પરિણીત મહિલાનું અપહરણ કરી નિરમાલી સીમમાં સામૂહિક દુષ્કર્મ કરીને તેની હત્યા કરી નાખવામાં આવી હતી. ત્યારબાદ મહિલાની નગ્ન હાલતમાં લાશને એક ખેતરમાં નાંખી દેવામાં આવી હતી. સાથે જ ઘટનાના પુરાવાનો પણ નાશ કરી દેવાયો હતો. આ કેસમાં કપડવંજ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપી આરોપી ગોપી ઉર્ફે ભલા દેવીપૂજક, બાબા ઉર્ફે કંકુડીયો રમેશભાઈ વાદી અને જયંતિ બબાભાઈ વાદીને ફાંસીની સજા સંભળાવી છે.

આ પારિવારિક ડખો હતો. નિરમાલી ગામે કિરણ દેવીપુજકની બહેન સંગીતાના લગ્ન મોટીઝેરના મુકેશ દેવીપૂજક સાથે થયા હતા. લગ્ન બાદ તેમને સંતાનમાં ત્રણ બાળકો હતો. પરંતુ સંગીતાબેનને પોતાના ભત્રીજા ગોપી ઉર્ફે લાલા દેવીપુજક સાથે પ્રેમસબંધ બંધાયો હતો. 28 ઓક્ટોબરના રોજ મુકેશભાઈ મજૂરીકામથી બહાર ગયા હતા. તેના બાદ સંગીતાબેન સાંજના સમયે પોતાના પિયર નીરમાલી જવા નીકળી હતી. તે વખતે મોટીઝેર નજીક સંગીતાબેનની એકલતાનો લાભ લઈ કપડવંજ તાલુકાના શિહોરા ગામના જયંતિ બબાભાઈ વાદી તથા લાલા રમેશભાઈ વાદી પોતાની બાઈક પર બળજબરીથી બેસાડી અપહરણ કર્યુ હતું. દિવેલાના ખેતરમાં લઈ જઈ બંને ઈસમોએ તેને નગ્ન કરી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ સમયે ગોપી ઉર્ફે ભલો આ ઘટના નજરોનજર જોઈ ગયો હતો. આ બાદ ત્રણેય શખ્સોએ સંગીતાબેનના ગળા ઉપર પગ મૂકી તેને મારી નાંખી હતી. તેમજ પુરાવાનો નાશ કરવા લાશને નગ્ન હાલતમાં ફેંકીને ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે ખેતરમાં લાશ મળતા પોલીસે તપાસ કરતાં ત્રણેય આરોપીઓ ઝડપાયા હતા. અને પુછપરછ કરતાં ત્રણેયે ગુનાની કબૂલાત આપી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત