Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં ધોરણ 11ની વિદ્યાર્થિની પર લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં સગીર વિદ્યાર્થિનીના પિતાએ વિશાલ પરમાર નામના યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે ધોરણ 11ની વિદ્યાર્થિનીને ગત નવરાત્રિમાં વિશાલ પરમાર નામના યુવાન સાથે સંપર્ક થયો હતો. બાદમાં બંને અવારનવાર મળતાં હતા અને એક વખત ચોટીલા પણ ફરવા ગયા હતા. ગત બુધવારે વિશાલે ધારેશ્વર મંદિર પાસે વિદ્યાર્થિનીને બોલાવી હતી. આથી તે પોતાની સાઇકલ લઇ મંદિર પાછળની શેરીમાં રાખી વિશાલ સાથે બાઇકમાં બેસી ગઈ હતી. વિશાલ જામનગર રોડ પર તેના મિત્રના ઘરે લઇ ગયો હતો અને ‘આપણે લગ્ન કરવા જ છે, તું ચિંતા ન કર’ કહી બે વખત દુષ્કર્મ આચર્યું હતું.
આ મામલે ભક્તિનગર પોલીસે ભોગ બનનાર 16 વર્ષની વિદ્યાર્થિનીના પિતાની ફરિયાદ પરથી જામનગર રોડ પર રહેતાં વિશાલ ચંદુભાઈ પરમાર નામના યુવકની સામે IPC 363, 366, 376, પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.
વિદ્યાર્થિનીના પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, હું કારખાનામાં કામ કરું છું. મારે ત્રણ સંતાન છે. જેમાં મોટી દીકરી 16 વર્ષ 3 માસની છે અને ધોરણ 11માં અભ્યાસ કરે છે. 27 એપ્રિલને બુધવારે મારે રજા હોઈ હું ઘરે હતો. તે દરમિયાન મારી દીકરી બપોરે પોણા બારેક વાગ્યે તેનો સ્કૂલ ડ્રેસ પહેરીને ઘરેથી નીકળી હતી. સાંજના સાડા પાંચ સુધી ન આવતાં અમે સ્કૂલે જઈ તપાસ કરતાં વોચમેને કહ્યું હતું કે, સ્કૂલ તો છૂટી ગઈ છે. જેથી અમે ઘરે આવ્યા હતા. એ પછી દોઢ બે કલાક વીતી જવા છતાં દીકરી ન આવતાં તેની બહેનપણીઓનો સંપર્ક કરી પૂછપરછ કરી હતી. મારી દીકરીની એક બહેનપણીએ કહ્યું હતું કે, સ્કૂલમાં આજે રજા હતી, તમારી દીકરી સ્કૂલે ગઈ જ નથી. આ પછી અમે અમારી રીતે શોધખોળ શરૂ કરતાં સાડા આઠેક વાગ્યે દીકરી ઘરે આવી હતી. અમે તેને ક્યાં હતી? તે અંગે પૂછતાં તેણે બહેનપણીના ઘરે હોવાનું કહ્યું હતું. તે દરરોજ સાઇકલ લઇને સ્કૂલે જતી હોઈ સાઇકલ બાબતે મેં પૂછતાં કહ્યું કે, સાઇકલ ધારેશ્વર મંદિર પાસે રાખી દીધી હતી. પણ અમે ત્યાં જતાં સાઇકલ મળી નહોતી.

એ પછી અમે ગઇકાલે ફરીથી દીકરીની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, ગત નવરાત્રિમાં ગરબી રમવા ગઇ હતી ત્યારે જામનગર રોડ પર રહેતાં વિશાલ પરમાર સાથે પરિચય થયો હતો. બંનેએ એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કરી હતી. એ પછી ગયા ડિસેમ્બરમાં ધારેશ્વર મંદિરવાળી ગલીમાં મળ્યા હતાં. ત્યારબાદ બે મહિના પહેલા ચોટીલા ફરવા ગયા હતાં. આ રીતે અવારનવાર રાજકોટમાં મળતાં હતાં.

ગત બુધવારે વિશાલનો ફોન આવતાં પોતે સ્કૂલ ડ્રેસ પહેરીને ધારેશ્વર મંદિર પાસે ગઈ હતી. સાઇકલ ત્યાં જ રાખી વિશાલના બાઇકમાં બેસી ગઇ હતી. વિશાલ મને તેના જામનગર રોડ પર રહેતાં મિત્ર હુશેનના ઘરે લઇ ગયો હતો. ત્યાં કોઇ ન હોઈ વિશાલે ‘આપણે લગ્ન કરવા જ છે, તું ચિંતા ન કર’ તેમ કહી મને નિર્વસ્ત્ર કરી બે વખત શરીરસંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ વિશાલ મને હુશેનના ઘરેથી ધારેશ્વર મંદિર પાસે મૂકી ગયો હતો. ત્યાં જોતાં મારી સાઈકલ મળી ન હતી તેથી વિશાલ મને ઘરની પાસે ઉતારીને ચાલ્યો ગયો હતો.
હાલ આ સમગ્ર મામલે પોલીસે આરોપી વિશાલની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત