Homeગુર્જર નગરીગીર સોમનાથઃ મનરેગા શાખામાં કામ કરતાં કર્મચારીઓનું વિવિધ પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન

ગીર સોમનાથઃ મનરેગા શાખામાં કામ કરતાં કર્મચારીઓનું વિવિધ પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન

શૈલેષ નાઘેરા: ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ વિકાસ વિભાગની મનરેગા શાખામાં કામ કરતાં જિલ્લાના ગીર ગઢડા, ઉના, કોડીનાર, સુત્રાપાડા, તાલાલા અને વેરાવળ એમ તમામ તાલુકાના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ સંબંધિત અધિકારીને આવેદનપત્ર આપીને પોતાની પડતર માંગણીઓનો સ્વીકાર કરવા રજૂઆત કરાઈ હતી.

ગત તારીખ 5 એપ્રિલ અને ૧૨ એપ્રિલના રોજ પોતાના પડતર પ્રશ્નો બાબત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. આ તમામ કર્મચારી છેલ્લાં ૧૨ વર્ષથી નિષ્ઠાપૂર્વક નજીવા પગાર થી ફરજ બજાવી રહ્યાં છે. આ કર્મચારીઓને મળતા દર વર્ષનો 15%નો પગાર વધારો, ઇ.પી.એફ, ટી.એ.ડી.એ, જોબ સિક્યુરિટી, સમાન કામ સમાન વેતન, પગાર વિસંગતતા, અનિયમિત પગાર, અનિયમિત કરાર પદ્ધતિ, જેવા અનેક પ્રશ્નો ઉકેલાયા નથી માટે આ કર્મચારીઓ 28 એપ્રિલથી કાળી પટ્ટી ધારણ કરી તાલુકા કક્ષાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યાર બાદ ક્રમશઃ પેન ડાઉન, ઓનલાઈન કામગીરી બંધ, સરકારી વોટ્સએપ ગ્રુપમાંથી નીકળી જવું, જિલ્લા કક્ષાએ ધરણાં તેમજ 1લી મેનાં રોજ ગુજરાત મજદૂર દિન નિમિત્તે અમદાવાદ ખાતે વિશાળ રેલીનું આયોજન તેમજ ત્યાર બાદ 5 મેના રોજથી સદંતર કામગીરી બંધ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જો 15 મે સુધીમાં કોઈ નિરાકરણ નહીં આવે તો, ગુજરાત મજદૂર સભા અને ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયનના નેજા હેઠળ હડતાળ કરી આગળની કાર્યવાહી કરશે.

કર્મચારીઓની તમામ માંગણીઓ, સરકારી ઠરાવો, પરીપત્રો, લેટર, અને હાઈકોર્ટ ગુજરાતનાં ચુકાદાને આધીન જ છે. બહારની કે કોઈ અલગ માંગણીઓ નથી માટે આ પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે આવે એવી માંગ ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયન દ્વારા ઉઠી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments