Homeગુર્જર નગરીતાપમાનનો પારો એટલો ઉંચો છે કે જૂનાગઢમાં રસ્તા પરનો ડામર ઓગળવા લાગ્યા

તાપમાનનો પારો એટલો ઉંચો છે કે જૂનાગઢમાં રસ્તા પરનો ડામર ઓગળવા લાગ્યા

Team Chabuk-Gujarat Desk: રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીના કારણે લોકો હેરાન-પરેશાન છે. બપોરના સમયે તો ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી હિટવેવની આગાહીના કારણે આગ ઝરતી ગરમી પડી રહી છે. સૂર્યનારાયણ પોતાનો પ્રકોપ વર્તાવી રહ્યા છે. મનુષ્યોની સાથે સાથે ગરમીના કારણે પશુ-પક્ષીઓ પણ અકળાઈ રહ્યા છે. ત્યારે ગરમીની આ અસર હવે રસ્તાઓ પર પણ દેખાઈ રહી છે. વાત જૂનાગઢની છે, જ્યાં અસહ્ય તાપના કારણે રસ્તા પરનો ડામર પણ ઓગળવા લાગ્યો છે.

સૌરાષ્ટ્ર પંથકમાં ગરમી પોતાનો કેર વર્તાવી રહી છે. તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ત્યારે આ આગ ઝરતી ગરમીને ડામર રોડ પણ સહન નથી કરી શકતાં. જૂનાગઢની વાત કરીએ તો, ગઈકાલે જૂનાગઢમાં ભારે ગરમીના કારણે ડામરના રસ્તાઓ પર ડામર ઓગળવા લાગ્યો હતો. બપોરના સમયે તાપમાન ઉંચકાઈ જતાં ડામર રોડનો ડામર ઓગળવા લાગ્યો હતો. જૂનાગઢ શહેરના જાહેરમાર્ગોના ડામર ઓગળવા લાગ્યા હતા.

રસ્તાઓ પર ગરમીના કારણે ડામર ઓગળવા લાગતા રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. રસ્તાઓ પરથી પસાર થતાં લોકોના પગરખાં પણ ડામર સાથે ચોંટવા લાગ્યા હતા જેથી લોકોને ચાલવામાં પણ મુશ્કેલી પડી હતી. રસ્તાઓ પર ઓગળતો ડામર વાહનોના પૈડાં સાથે પણ ચોંટ્યો હતો. રસ્તાઓની આ હાલત જોઈને જ અંદાજો લગાવી શકાય છે કે ઉનાળો કેટલો આકરો બન્યો છે. ભારે ગરમીના કારણે લોકો કામ વિના બહાર પણ નથી નીકળી રહ્યા જેના કારણે જૂનાગઢમાં બપોરના સમયે જાહેર માર્ગો સૂમસામ ભાસી રહ્યા છે.

લોકો ગરમીથી બચવા માટે વિવિધ પ્રયોગો અજમાવી રહ્યા છે અને ઝડપથી આ ગરમીમાંથી છૂટકારો મળે તેવી આશા રાખી રહ્યા છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હવામાન વિભાગે કચ્છ અને કંડલામાં હીટ વેવની આગાહી કરી છે. અમદાવાદમાં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આજે 44 ડિગ્રી તાપમાન પહોંચવાનું અનુમાન છે.  સતત ત્રીજા દિવસે અમદાવાદ, ખેડા અને આણંદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments