Homeગુર્જર નગરીગુજરાત ATSએ કર્યો હથિયાર તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ, રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદના...

ગુજરાત ATSએ કર્યો હથિયાર તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ, રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદના 24 શખ્સો ઝડપાયા

Team Chabuk-Gujarat Desk: ગુજરાત ATSએ હથિયારની તસ્કરીનાં મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. હથિયારની તસ્કરીના મામલે ગુજરાત ATSએ સૌરાષ્ટ્ર પંથકના 24 આરોપીઓની 54 જેટલા હથિયારો સાથે ધરપકડ કરી છે. તમામ હથિયારો ભારતીય બનાવટના હોવાનું જાણવા મળ્યું છે. સૌરાષ્ટ્રના અલગ-અલગ ગામડાંઓમાં હથિયારના સોદા કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત ATSને બાતમી મળી હતી કે અમદાવાદમાં હથિયારની હેરાફેરી કરવા હત્યાનો આરોપી કે જે હાલ પેરોલ પર ફરાર છે તે આવવાનો છે. આ બાતમીના આધારે ગુજરાત ATSએ હથિયારોનું મોટું રેકેટ ઝડપી પાડ્યું હતું.

ગુજરાત ATSએ ઝડપેલા 24 આરોપીઓ ગુનાખોરી વધારવા માટે વપરાતા હથિયારોની તસ્કરી કરતાં હતાં. આ આરોપીઓ એક બે નહિ પરંતુ 100 જેટલા હથિયારોની તસ્કરી કરી ચુક્યા છે. વધુમાં ગુજરાત ATS દ્વારા હાલ 24 આરોપીઓની ધપરકડ કરીને 54 ઇન્ડિયન મેઇડ પીસ્ટલ કબ્જે કરી લેવામાં આવી ચુકી છે. આરોપીઓએ કાર્ટિજ ગુપ્ત જગ્યાએ દાટેલી હોવાની માહિતીના આધારે શોધખોળ શરૂ કરી દીધી છે. ગુજરાત ATSની ગિરફતમાં બેઠેલા તમામ આરોપીઓ સૌરાષ્ટ્ર વિસ્તારના રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના હોવાનું સામે આવ્યું છે. ATSની પ્રાથમિક તપાસમાં આ હથિયારો દ્વારા આ આરોપીઓ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃતિઓ આચરવા માટેના પ્લાનમાં હતાં.

joi e che

24 આરોપીઓ ઝડપાયા

  • દેવેન્દ્ર ઉર્ફે ડેનડુ બોરીચા- સુરેન્દ્રનગર – મુખ્ય આરોપી
  • ચાંપારાજ ખાચર – સુરેન્દ્રનગર- મુખ્ય આરોપી
  • ભગીરથ ફુલ ધાધલ – બોટાદ
  • સત્યજીત અનક મોડા-બોટાદ
  • અલ્પેશ માનસીંગ ડાંડોળીયા – બોટાદ
  • ઉદયરાજ માત્રેશ માંજરીયા – બોટાદ
  • દિલીપ દડુ ભાંભળા – બોટાદ
  • કિરીટ વલકુબોરીચા- બોટાદ
  • અજીત ભુપત પટગીર- બોટાદ
  • મુકેશ રામજી કેરાલીયા – સુરેન્દ્રનગર
  • ભાવેશ દિનેશ મકવાણા- સુરેન્દ્રનગર
  • પ્રદિપ રણ વાળા- સુરેન્દ્રનગર
  • પ્રતાપ ભુપત ભાંભળા- સુરેન્દ્રનગર
  • વિનોદ નટુ વ્યાસ – સુરેન્દ્રનગર
  • કિશોર બાવકુ ધાધલ – રાજકોટ
  • મહિપાલ ભગુ બોરીચા – રાજકોટ
  • રવિરાજ બાબ ખાચર – બોટાદ
  • રવિ માત્રા ખાચર – બોટાદ
  • શક્તિ જેઠસુર બસીયા – બોટાદ
  • નાગજી જેસીંગ સાંકળીયા – બોટાદ
  • રમેશ રસીક ગોહીલ – બોટાદ
  • સુરેશ દેવકુ ખાચર – બોટાદ .
  • ચિરાગ મુકેશ જાદવ – સુરેન્દ્રનગર
  • ગુંજન પ્રકાશ ધામેલ – સુરેન્દ્રનગર

ઉલ્લેખનીય છે કે ગુજરાત ATS આ કેસમાં સૌ પ્રથમ દેવેન્દ્ર બોરીચા અને ચાંપરાજ ખાચરની અમદાવાદના આસ્ટોડિયા દરવાજા પાસેથી ધરપકડ કરી હતી અને બન્ને પાસેથી બે-બે હથિયાર એમ કુલ 04 હાથ બનાવટની પીસ્ટલ કબ્જે કરી હતી. બંને આરોપીઓની કડક પુછપરછ કરતાં આ ચારેય હથિયાર મધ્યપ્રદેશના કુક્ષી જિલ્લાના બાગ ગામમાંથી ખરીદી કરી હોવાનું જણાવ્યું હતું અને વડોદરા ખાતેના વનરાજ નામના શખ્સને સપ્લાય કરવાં માટે જવાના હતા. અત્યાર સુધીમાં આ તમામ આરોપીઓએ મધ્યપ્રદેશના ધાર ખાતેથી 100 જેટલી બનાવટી પિસ્ટલ લાવી સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓ જેમકે સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટના કેટલાક શખ્સોને વેચી દીધેલા હોવાની હકીકત જણાવી હતી. જે પૈકી ATSએ 54 હથિયાર કબ્જે કરી વેચેલા વધુ હથિયાર કબ્જે કરવાની તજવીજ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments