Team Chabuk-Gujarat Desk: મહેસાણાના મુદરડા ગામે એક યુવાનને મંદિરમાં સ્પીકર વગાડવાની સજા રૂપે મોત મળ્યું… ઘર આગળ બનાવેલા મંદિરમાં સાંજના સમયે પૂજા કરી બે યુવક સ્પીકર વગાડી રહ્યા હતા. આ દરમિયાન ગામના જ 6 શખ્સો લાકડી અને ધોકા લઈને તેમના પર તૂટી પડ્યા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા એક ભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે. બીજી તરફ સમગ્ર મામલે લાંઘણજ પોલીસે 6 શખ્સને ઝડપી લઈ જેલ હવાલે કર્યા છે.
મુદરડા ગામના ટેબાવાળા ઠાકોર વાસમાં રહેતા અજીતજી વીરસંગજી ઠાકોર (46) વર્ષ અને તેમના નાના ભાઇ જસવંતજી ઠાકોરે ઘરના કમ્પાઉન્ડમાં મેલડી માતાજીનું મંદિર બનાવ્યું છે. આ મંદિરમાં બંને ભાઈઓ દરરોજ સેવા પૂજા કરી માતાજીની આરતી સમયે લાઉડ સ્પીકર વગાડે છે. જે બાબત તેમના ઘર નજીક રહેતા લોકોને ખૂંચતી હોવાને કારણે મંગળવારે સાંજે 7 વાગે આ મામલે ઝઘડો થયો હતો.

સદાજી રવાજી ઠાકોર, વિષ્ણુજી રવાજી ઠાકોર,બાબુજી ચેલાજી ઠાકોર,જ્યંતીજી રવાજી ઠાકોર,જવાનજી ચેલાજી ઠાકોર અને વિનુજી ચેલાજી ઠાકોર નામના 6 શખ્સ લાકડી અને ધોકા જેવા હથિયાર સાથે બંને ભાઈઓ ઉપર તૂટી પડ્યા હતા. જેમાં બંને ભાઈઓને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન જશવંતજીનું મોત થતા પોલીસે હુમલો કરનાર 6 શખ્સ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને આરોપીને ઝડપી લીધા છે.
તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર