Team Chabuk-Gujarat Desk: વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની મુશ્કેલીમાં ફરી પાછો વધારો થયો છે. આસામ પોલીસ દ્વારા કરાયેલી ધરપકડ મામલે જેલમાંથી છુટ્યા બાદ અન્ય એક કેસમાં કોર્ટે જીજ્ઞેશ મેવાણીને સજા ફટકારી છે.
જીજ્ઞેશ મેવાણી અને એનસીપી નેતા રેશ્મા પટેલને મહેસાણાની કોર્ટે ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે. સાથે કોર્ટે એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. રેશ્મા પટેલ અને જીજ્ઞેશ મેવાણી સહિત 12 આરોપીઓને કોર્ટે સજા ફટકારી છે. મહેસાણા પોલીસે તેમની સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 143 હેઠળ ગેરકાયદેસર રીતે ભેગા થવાનો કેસ નોંધ્યો હતો કારણ કે તેમને માર્ચ યોજવાની મંજૂરી આપવામાં આવી ન હતી. પોલીસે આ કેસમાં 12 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. 12 જુલાઇ 2017 ના રોજ, મેવાણી અને તેના સહયોગીઓએ ઉનામાં કેટલાક દલિતોને જાહેરમાં માર માર્યાના એક વર્ષને ચિહ્નિત કરવા માટે મહેસાણાથી બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા સુધીની ‘આઝાદી કૂચ’નું નેતૃત્વ કર્યું. તે સમયે દલિતોની મારપીટને લઈને રાજ્યમાં જોરદાર આંદોલન થયું હતું.

આ મામલે NCP નેતા રેશ્મા પટેલે જણાવ્યું કે, અમે કોર્ટના હુકમનું સન્માન કરીએ છીએ પરંતુ બીજેપીના રાજમાં જનતા માટે ન્યાય માંગવો પણ ગુનો છે. બીજેપી કાયદાનો ખોટો ડર બતાવી અમારો અવાજ દબાવી નહીં શકે. અમે જનતાના ન્યાય માટે હંમેશા લડતા રહીશું.
જીજ્ઞેશ મેવાણી હાલ જામીન પર બહાર છે. જીજ્ઞેશ મેવાણી વિરુદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વિવાદિત ટ્વિટ કરવાનો આરોપ લાગ્યો છે. આ મામલે થોડા દિવસ પહેલાં જ મેવાણીની પાલનપુરમાંથી આસામ પોલીસે ધરપકડ કરી હતી. આ કેસમાં કોકરાઝાર કોર્ટે મેવાણીને જામીન આપ્યા છે. આ કેસમાં જામીન મળતાં જ આસામ પોલીસે મહિલા પોલીસ કર્મી સાથે ગેરવર્તન કરવાના આરોપમાં મેવાણીની ધરપકડ કરી હતી. જો કે આ કેસમાં કોર્ટે પોલીસની જાટકણી કાઢીને મેવાણીને જામીન આપ્યા હતા. જેલમાંથી છુટીને અમદાવાદ આવેલા જીજ્ઞેશ મેવાણીએ બે દિવસ પહેલાં જ સરકાર સામે જોરદાર હુંકાર કર્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત