Homeદે ઘુમા કેઓરેન્જ અને પર્પલ કેપ રાજસ્થાન પાસે, પરંતુ ટ્રોફી ગુજરાત પાસે, ગુજરાત ટાઈટન્સને...

ઓરેન્જ અને પર્પલ કેપ રાજસ્થાન પાસે, પરંતુ ટ્રોફી ગુજરાત પાસે, ગુજરાત ટાઈટન્સને દરેક મેચમાં નવો હીરો મળ્યો

Team Chabuk-Sports Desk: IPL 2022ની ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને સાત વિકેટે હરાવીને ટ્રોફી પર કબજો કરી લીધો છે. પોતાની પ્રથમ આઈપીએલ રમી રહેલી ગુજરાત ટાઈટન્સની ટીમે આખી સિઝન દરમિયાન ખૂબ જ શાનદાર પર ફોર્મમાં રહી. ગુજરાત ટાઈટન્સે લીગ રાઉન્ટમાં કુલ 16 મેચ રમી જેમાંથી 12 મેચમાં જીત મેળવી અને ચાર મેચમાં જ હારનો સામનો કરવો પડ્યો. IPL 2022ની શરૂઆતમાં કોઈ પણ ક્રિકેટ નિષ્ણાતે નહીં વિચાર્યું હોય કે, ગુજરાત ટાઈટન્સની ટીમ ચેમ્પિયન બનશે. કેમ કે ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા આઈપીએલ પહેલાં ઘણા સમયથી ક્રિકેટથી દૂર હતો.

પરંતુ હાર્દિક પંડ્યા એન્ડ ટીમે તમામ આલોચકોના મોં સીવી દીધા. હાર્દિક પંડ્યાએ પણ આખી સિઝન દરમિયાન બોલિંગ અને બેટિંગથી પોતાનો જલવો દેખાડ્યો. ગુજરાત ટાઈટન્સની ટીમ દરેક મેચ ટીમ વર્કથી જીતી હતી. દરેક મેચની જીત પાછળ ટીમને કોઈ ને કોઈ નવો હીરો મળ્યો. બોલર અને ઓલરાઉન્ડરે પણ અંતિમ ઓવરોમાં ફટકાબાજી કરીને ટીમને જીત અપાવી.

કોઈ વખત ડેવિડ મિલર તો કોઈ વખત રાહુલ તિવેટિયા તો વળી કોઈ વખત રાશિદ ખાન… આમ દરેક મેચમાં નવા નવા ખેલાડીએ ટીમને જીત અપાવી. સાથે સાથે બોલિંગમાં પણ કમાલ કરી. મોહમ્મદ શામીએ પાવરપ્લેમાં વિરોધી ટીમની વિકેટ ખેરવીને ટીમને મજબૂત શરૂઆત અપાવી તો ઋદ્ધિમાન સાહાએ પાવરપ્લેમાં શાનદાર બેટિંગ કરીને ટીમને જીત અપાવી. એવા ખેલાડીઓની વાત કરીએ જેણે ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો.

હાર્દિક પંડ્યા

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ધાર્યા કરતાં ખૂબ જ શાનદાર દેખાવ કર્યો. હાર્દિકે આ સિઝનમાં 15 મેચમાં 44.27ની એવરેજ અને 131.26ની સ્ટ્રાઈક રેટથી 487 રન બનાવ્યા જેમાં ચાર અડધી સદીનો સમાવેશ થાય છે. 2022ની IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવનારમાં તે ચોથા ક્રમે રહ્યો. બોલિંગમાં પણ તેણે દમ દેખાડ્યો અને આ સિઝનમાં 8 વિકેટ ઝડપી. ફાઈનલમાં હાર્દિક પંડ્યાએ 17 રન આપીને 3 વિકેટ ખેરવી અને 34 રન પણ બનાવ્યા. જેથી તે મેન ઓફ ધ મેચ જાહેર થયો.

hardik pandya

ડેવિડ મિલર

ગુજરાત ટાઈટન્સ માટે આ સિઝનમાં સૌથી રાહતની વાત એ રહી કે છેલ્લા ઘણા સમયથી અનફોર્મ ચાલી રહેલા ડેવિડ મિલરે શાનદાર પફોર્મન્સ આપ્યું. મિલર જ્યારે પણ ક્રિઝ પર આવ્યો ત્યારે તેણે બેટથી રન બનાવીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી. ડેવિડ મિલર અને રાહુલ તિવેટિયાની જોડી આ સિઝનમાં સૌથી હિટ મેચ ફિનિશિંગ જોડી રહી. મિલરે આ સિઝનમાં 16 મેચમાં 68.71ની એવરેજ અને 142.72ની સ્ટ્રાઈક રેટથી 481 રન બનાવ્યા જેમાં તેણે બે અડધી સદી પણ ફટકારી.

શુભમન ગિલ

ભારતનો યુવા બલ્લેબાજ અને અડર-19 ક્રિકેટના સ્ટાર શુભમન ગિલને ગુજરાત ટાઈટન્સે રિટેઈન કર્યો હતો. જ્યારે પણ મોકો મળ્યો ત્યારે શુભમન ગિલે પોતાની બેટિંગથી ટીમને શુભ શરૂઆત કરાવી. શુભમન ગિલે આ સિઝનમાં 16 મેચમાં 34.50ની એવરેજ અને 132.32ની સ્ટ્રાઈક રેટથી 483 રન બનાવ્યા. જેમાં ચાર વખત 50 પ્લસનો સ્કોર નોંધાવ્યો.

shubhman gill

ઋદ્ધિમાન સાહા

છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાંથી બહાર રહેલા ઋદ્ધિમાન સાહાએ પોતાની શાનદાર બેટિંગથી સિલેક્ટર્સને પણ વિચારતાં કરી દીધા છે. ગુજરાત ટાઈટન્સે શરૂઆતની મેચમાં ઓસ્ટ્રેલિયાના મેથ્યુ વેડને શુભમન ગિલ સાથે ઓપનિંગમાં મોકલ્યો પરંતુ વેડ ફ્લોપ રહ્યો. જેથી શુભમન ગિલ સાથે ઓપનિંગ કરવાનો સાહાને મોકો મળ્યો અને આ મોકાનો તેણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને ટીમ મેનેજમેન્ટને સંતુષ્ટ કર્યા. સાહાએ પોતાના દમ પણ ટીમને જીત પણ અપાવી. આ સિઝનમાં 11 મેચમાં 31.70ની એવરેજ અને 122.39ની સ્ટ્રાઈક રેટથી 317 રન બનાવ્યા.

રાહુલ તિવેટિયા

રાહુલ તિવેટિયાને આ સિઝનમાં બેટિંગની બહુ તક ન મળી પરંતુ જ્યારે તક મળી ત્યારે તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું. તિવેટિયાએ એકલા હાથે ટીમને જીત પણ અપાવી. છેલ્લી ઓવરમાં બે બોલમાં બે સિક્સ હોય કે પછી છેલ્લી ઓવરમાં 16-17 રન કરવાના હોય.. તિવેટિયાએ સાબિત કર્યું કે તે મોટા શોટ્સ મારવામાં માહેર છે. આ સિઝનમાં રાહુલ તિવેટિયાએ 16 મેચમાં 12 ઈનિંગ રમી જેમાં તેણે 147.61ની સ્ટ્રાઈક રેટથી 217 રન બનાવ્યા.

rahul tewatia

મોહમ્મદ શામી

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર અને અનુભવી બોલર મોહમ્મદ શામીએ પાવર પ્લેમાં ટીમને વિકેટ અપાવી છે. જેનાથી વિરોધી ટીમ પર શરૂઆતથી જ દબાણ ઉભું થયું. મોહમ્મદ શામીએ ડેથ ઓવરમાં પણ સારી બોલિંગ કરી. આ સિઝનની 16 મેચમાં 20 વિકેટ ઝડપી.

રાશિદ ખાન

અફઘાનિસ્તાનનો આ ખેલાડી ગુજરાત ટાઈટન્સ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થયો. ગુજરાત ટાઈટન્સે રાશિદ ખાનને વાઈસ કેપ્ટન બનાવ્યો હતો. રાશિદે ટીમને પાવરપ્લેથી લઈને મિડલ ઓવરમાં પણ વિકેટો અપાવી. આ સિઝનમાં 6.73ના ઈકોનોમી રેટથી બોલિંગ કરી. સારા સારા બેટ્સમેનના બેટ રાશિદ ખાનની બોલિંગ સામે ખામોશ રહ્યા. રાશિદ ખાને આ સિઝનમાં 19 વિકેટ ઝડપી. સાથે જ કેટલીક મેચમાં બેટિંગથી ટીમને જીત પણ અપાવી.

લોકી ફર્ગ્યૂસન

ન્યૂઝીલેન્ડનો આ બોલર IPLની આ સિઝનમાં રફ્તારનો રાજા રહ્યો. ફર્ગ્યૂસને આ સિઝનમાં જોઈએ તેટલી વિકેટ નથી ખેરવી પરંતુ જ્યારે ટીમને વિકેટની જરૂર હતી ત્યારે તેણે વિકેટ ખેરવીને ટીમની જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો. લોકી ફર્ગ્યૂસનના નામે આ સિઝનનો સૌથી ફાસ્ટેસ્ટ બોલ 157.3 કિમી પ્રતિ કલાકની ઝડપે ફેંકવાનો રેકોર્ડ પણ નોંધાયો. તેણે 13 મેચમાં 12 વિકેટ ખેરવી.

યશ દયાલ

ડાબોરી ઝડપી બોલરે ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જેથી ગુજરાત ટાઈટન્સે તેની ટીમમાં પસંદગી કરી. યશ દયાલ ઈન સ્વિંગ અને આઉટ સ્વિંગ સારી રીતે કરી શકે છે જે તેણે આઈપીએલમાં સાબિત કરી બતાવ્યું. યશ દયાલે 8 મેચમાં 11 વિકેટ ઝડપી.

yash dayal

(Photo Source- Gujarat Titans Twitter Handle)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments