Homeગામનાં ચોરેUPSC 2021નું ફાઈનલ રિઝલ્ટ જાહેર, ટોપ-3માં ત્રણેય વિદ્યાર્થિની

UPSC 2021નું ફાઈનલ રિઝલ્ટ જાહેર, ટોપ-3માં ત્રણેય વિદ્યાર્થિની

Team Chabuk-National Desk: UPSC 2021નું ફાઈનલ રિઝલ્ટ જાહેર થઈ ચૂક્યું છે. UPSC 2021ના ફાઈનલ પરિણામમાં વિદ્યાર્થિનીઓએ ડંકો વગાડ્યો છે. કેમ કે ટોપ-3માં ત્રણેય યુવતીઓએ બાજી મારી છે. UPSC સિવિલ સેવા 2021નું પરિણામ આજે તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે.

UPSC 2021ના ફાઈનલ પરિણામમાં પ્રથમ નંબર બિજનૌરની શ્રૃતિ શર્માએ મેળવ્યો છે. દેશભરમાં પ્રથમ નંબર મેળવનાર શ્રૃતિ શર્મા દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજ અને જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયની પૂર્વ વિદ્યાર્થિની છે. શ્રૃતિએ જામિયા મિલિયા ઈસ્લામિયા આવાસીય કોચિંગ એકેડમીમાં યુપીએસસીની સિવિલ સેવા પરીક્ષાની તૈયારી કરી હતી.

સિવિલ સેવા પરીક્ષા 2021ના પરિણામ મુજબ શ્રૃતિ શર્માએ ઓલ ઈન્ડિયા પ્રથમ નંબર મેળવ્યો છે. જ્યારે બીજા નંબરે અંકિતા અગ્રવાલ અને ગામિની સિંગલાએ મેળવ્યો છે. આ વર્ષે ત્રણેય ટોપર વિદ્યાર્થિનીઓ રહી છે.

ટોપ-10 રેન્કર્સ

શ્રૃતિ શર્મા

અંકિતા અગ્રવાલ

ગામિની સિંગલા

એશ્વર્ય વર્મા

ઉત્કર્ષ દ્વિવેદી

યક્ષ ચૌધરી

સમ્યક એસ જૈન

ઈશિતા રાઠી

પ્રીતમ કુમાર

હરકીરત સિંહ રંધાવા

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments