Homeગુર્જર નગરીભરૂચ કલેક્ટરને પણ 10મા હતા માત્ર આટલા જ માર્ક્સ, ચોટીલામાં 2500માં નોકરી...

ભરૂચ કલેક્ટરને પણ 10મા હતા માત્ર આટલા જ માર્ક્સ, ચોટીલામાં 2500માં નોકરી પણ કરી, 2012માં જીવનમાં આવ્યો યુટર્ન

Team Chabuk-Gujara Desk: ગુજરાતમાં ધોરણ 10નું પરિણામ જાહેર થયું. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ સારા માર્ક્સે પાસ થયા પરંતુ કેટલાક વિદ્યાર્થીઓને ખરાબ માર્ક્સ મળ્યા છે. કેટલાક તો નાપાસ થયા છે. જો કે, આવા વિદ્યાર્થીઓએ ગભરાવાની કે મુંઝાવાની જરૂર નથી. આજે આપણે આવા જ એક વિદ્યાર્થીની વાત કરવાના છે. જેઓનું 10માં ધોરણમાં પરિણામ નબળું હતું પરંતુ આજે તેઓ કલેક્ટર છે.

આ વ્યક્તિ છે ભરૂચ કલેકટર ડૉ. તુષાર સુમેરા. જે તે સમયે રાજકોટની ચૌધરી હાઇસ્કૂલ (સરકારી શાળા)માં અભ્યાસ કરતા હતા. પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે સારા માર્ક્સ સાથે અનેક વિદ્યાર્થીઓ પાસ થયા પરંતુ તુષાર સુમેરાની માર્કશીટ કઇ અલગ જ હતી. તેમણે અંગ્રેજીમાં 35 માર્ક્સ, ગણિતમાં 36 માર્ક્સ અને વિજ્ઞાનમાં 38 માર્ક્સ મેળવ્યા હતા. જો કે, પરિણામથી હતાશ થવાના બદલે તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો હતો. તેમણે આર્ટ્સનું શિક્ષણ પૂર્ણ કરી બી.એડની ડીગ્રી પણ મેળવી હતી. કોલેજમાં અભ્યાસ દરમિયાન તેઓ અંગ્રેજી વિષયમાં કાચા હતા.

બી.એડ થયા બાદ તેમણે ચોટીલાની એક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી શરૂ કરી હતી.આ દરમિયાન તેમનો એક મહિનાનો પગાર 2,500 રૂપિયા હતો. નોકરી દરમિયાન જ તેમણે આઇએએસ અધિકારી બનવાનું નકકી કર્યું હતું. તેમણે પોતાના પરિવારમાં આ વાત કરતાં પરિવાર તરફથી પ્રોત્સાહન મળ્યું હતું.

દસમાં ધોરણમાં માંડ માંડ પાસ થનારા સુમેરાની વાતને લોકોએ હળવાશમાં લીધી હતી. જો કે,  તેમણે લોકોનું વિચાર્યા વગર પોતાનું વિચાર્યું અને પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા હતા. એટલું જ નહીં 2012માં તેમમે UPSCની પરીક્ષા પાસ પણ કરી લીધી અને IAS પણ બની ગયા. આમ તેમની વાતને હળવાશમાં લેનારા લોકોને જવાબ પણ મળી ગયો. હાલ તેઓ ભરૂચમાં કલેકટર તરીકે સેવા આપી રહ્યા છે.

થોડા દિવસ પહેલાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલેકટર તરીકે ડૉ. તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લામાં ઉત્કર્ષ પહેલ અભિયાન અંતર્ગત કરેલાં કામની નોંધ લઇને ટ્વિટર પર પણ તેમનો ઉલ્લેખ કર્યો હતો.

આ અગે ડૉ.તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે નબળા પરિણામથી કારકિર્દીના બધા જ દરવાજાઓ બંધ નથી જતા, માટે કોઈપણ જાતની ચિંતા કે ડર વગર જે પરિણામ આવ્યું છે એનો સ્વીકાર કરીને આગળ વધજો. ભવિષ્યમાં તમને પણ સફળતાનો સ્વાદ ચાખવા મળશે. વાલીઓ પણ આ વાત સમજે કે ટકાવારી જરૂરી છે પણ ટકાવારી જ સર્વસ્વ નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments