Team Chabuk-Gujarat Desk: આજના ભાગદોડ અને તણાવભર્યા જીવનમાં ફિટનેસ જાળવવી એક ચેલન્જ બની ગઈ છે. આ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સમગ્ર દેશના નાગરિકો ફીટ અને બિમારીઓથી દૂર રહે તે માટે ફીટ ઈંન્ડિયા મુહિમ પણ છેડી છે. આ ફીટ ઈન્ડિયા મુહિમને જૂનાગઢમાં સાર્થક કરવાનુ કામ તાલુકા ફિટનેસ સેન્ટર કરી રહ્યું છે. અહિંયા કસરત-વ્યાયામના અદ્યતન સાધનોથી સેંકડો યુવાનો પોતાની ફિટનેસનું સ્તર ઉંચુ લાવવા માટે પરસેવો પાડી રહ્યા છે. ત્યારે જૂનાગઢવાસીઓને એકદમ રાહત દરે જૂનાગઢ તાલુકા ફિટનેસ સેન્ટર એટલે સરકારી જીમના માધ્યમથી ખાનગી જીમને ટક્કર મારે તેવી સેવા ઉપલબ્ધ છે. તે પણ માસિક ૩૫૦ રૂપિયામાં.
આ સંદર્ભે જિલ્લા રમત વિકાસ અધિકારી હિતેષ દિહોરા કહે છે કે, રાજ્ય સરકારે લાખો રૂપિયાના ખર્ચે આ તાલુકા ફિટનેસ સેન્ટરમાં કસરત-વ્યાયામ માટેના અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવ્યા છે. આજના આધુનિક અને ભાગદોડભર્યાં જીવનમાં લોકો ફિટનેશ પ્રત્યે દુર્લક્ષ્ય સેવતા હોય છે. ખરેખર તો આપણી ફિટનેસ-આરોગ્ય જ આપણી સંપત્તિ છે એટલે જ કહેવાય છે કે, હેલ્થ ઈજ વેલ્થ. આમ, આરોગ્ય જ આપણી સાચી મૂડી છે. ત્યારે લોકો કમસેકમ નિયમિતપણે એકાદ કલાક જેટલો સમય પોતાની ફિટનેસ માટે ફાળવે. એ પણ જ્યારે રાજ્ય સરકારના સહયોગથી માત્ર નજીવા દરે આ સેવા ઉપલબ્ધ કરાવી છે. બીજી તરફ ખાનગી જીમમા માસિક રૂ. ૧૦૦૦ થી ૨૦૦૦ જેટલા રૂપિયા ચૂકવવા પડતા હોય છે. તેમ જણાવતા દિહોરાએ જૂનાગઢવાસીઓને આ સેવાનો લાભ મેળવવા માટે અનુરોધ કર્યો હતો.
અત્રે ભૂલવુ ન જોઈએ કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દરેક ભારતીય ફીટ-દુરસ્ત રહે તે માટે ફીટ ઈન્ડિયા મહાઅભિયાન ચલાવ્યું છે. આ જૂનાગઢ તાલુકા ફિટનેસ સેન્ટર સ્પોર્ટસ ક્લબ, પી.ડબલ્યુ.ડી. ઓફિસની નજીક, ગાંધી ચોક ખાતે આવેલ છે.

તાલુકા ફિટનેસ સેન્ટરના ટ્રેનર ફૈઝલ જાડલા કહે છે કે, એક એવો ખ્યાલ છે કે, ચુસ્ત, દુરસ્ત દેખાવા માટે જીમ કરવામાં આવે છે. પરંતુ આ પૂર્ણ સત્ય નથી હા… એક્સરસાઈઝથી તમારી સુંદરતામાં વધારો થાય છે. પણ હકીકતે જીમ-વ્યાયામથી બીજા પણ અનેક ફાયદાઓ છે, જીમથી એટલે કે, એક્સરસાઈઝથી તમારો વજન નિયંત્રિત રહેવાની સાથે તમે તનાવમુક્ત બનો છો, માંસપેશિયો એટલે કે મસલ્સ મજબૂત થાય છે, સ્ટેમિના વધે છે જેથી થાક ઓછા લાગવાની સાથે કાર્યક્ષમતામાં વધારો થાય છે, રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે જેનાથી તમે બિમારીઓથી દૂર રહી શકો છો, પાચનતંત્ર મજબૂત થવાની સાથે શરીરનુ મેટાબોલિજમ ઠીક રહે છે, પરસેવો પાડવાથી બોડી ડિ-ટોક્સ થાય છે, ઉંમર ઓછી દેખાય છે, ટેસ્ટોસ્ટેરન હાર્મેનમાં વધારો થાય છે. જેવા અગ્ણય ફાયદો થાય છે. આ સાથે ટાઈડ અનુસરવું એટલુ જ આવશ્યક છે. તેમ ફૈજલ જાડલાએ ઉમેર્યું હતું.
જીમમાં ઉપલબ્ધ અદ્યતન સાધનો
જૂનાગઢ તાલુકા ફિટનેસ સેન્ટરમાં ટ્રેડમિલ, સાઈકલ, સીટઅપ બોર્ડ, મલ્ટી જીમ, લેટપુલી, કેબલ સીટેડ રો, પેકડેક ફ્લાય, મલ્ટી બેંચ પ્રેસ, ચેસ્ટ પ્રેસ, સોલ્ડર પ્રેસ, બેંચ પ્રેસ, લેગ એક્સટેન્સન, લેગ કર્લ, સીટેડ લેગ પ્રેસ, લેગ પ્રેસ, મલ્ટી મશીન, લો રો, બાયસેપ કર્લ મશીન, બાયસેપ કલ્ટ બેંચ, બાર્બલ, ડમ્બલ, મશીન ટ્રાઈસેપ ડિપ્સ, વાઈબ્રેસન મશીન (રિલેક્ષ બોડી) જેવા અદ્યતન સાધનો ઉપલબ્ધ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
