Homeગામનાં ચોરેઅરે રે..ઘોર કળિયુગઃ માતા સગીર દીકરીને પોતાના પુરૂષ મિત્ર સાથે સુવા મજબૂર...

અરે રે..ઘોર કળિયુગઃ માતા સગીર દીકરીને પોતાના પુરૂષ મિત્ર સાથે સુવા મજબૂર કરતી, દીકરીના એગ્સ હોસ્પિટલમાં વેચતી, આવી રીતે થયો ખુલાસો

Team Chabuk-National Desk: કહેવાય છે કે મા તે મા બીજા વગડાના વા. જો કે, આ કહેવતને એક રૂપિયા ભૂખી માતાએ લાંછન લગાવ્યું છે. તમિલનાડુનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં સગીર દીકરીએ તેની માતા પર ચોંકાવનારા અને ગંભીર આરોપ લગાવ્યા છે.આરોપ છે કે, આ લાલચુ અને બેરહેમ માતાએ જ તેની સગીર છોકરી પર બળાતાકાર કરાવ્યો. એટલું જ નહીં ત્યારબાદ ફર્ટિલિટી ક્લિનિકમાં એગ્સનો સોદો પણ કર્યો.

ઘટના સેલમ જિલ્લાની છે. તપાસમાં સામે આવ્યું કે, માતા તેના પુરૂષ મિત્ર સાથે પોતાની સગીર દીકરીને સુવા માટે મજબૂર કરતી. ત્યારબાદ માતા અને તેનો પુરૂષ મિત્ર ડોનેશનના નામે દીકરીના એગ્સ પ્રાઈવેટ ફર્ટિલિટી હોસ્પિટલમાં વેચતા હતા. આ કેસમાં પોલીસે પીડિતાની માતા અને તેના પુરુષ મિત્ર સહિત અન્ય એક મહિલાની ધરપડક કરી છે અને પોક્સો એક્ટ અને IPC કલમ 420, 464,41,506 (2) અંતર્ગત કેસ નોંધવામા આવ્યો છે. ઉપરાંત સમગ્ર કેસની તપાસ માટે એક કમિટી બનાવવામાં આવી છે.

તપાસ અધિકારીએ જણાવ્યું કે, દીકરી સાથે બળાત્કાર અને તેના એગ્સ વેચવાનું કામ 2017થી ચાલતું હતું. તે વખતે દીકરી સગીર હતી. છેલ્લાં 4 વર્ષમાં 8 વખત તેના ગર્ભનો સોદો કરવામાં આવ્યો છે. આ કેસમાં અમુક ડોક્ટર્સ અને દલાલોની પણ ઓળખ કરવામાં આવી છે. તેમના ઉપર પણ એક્શન લેવામાં આવશે.

દાવો છે કે, આરોપીઓને હોસ્પિટલમાંથી 25 હજાર રૂપિયા મળતા હતા. તેમાં 5 હજાર રૂપિયા એક મહિલા કમિશન તરીકે લેતી હતી અને બાકી પૈસા મા અને તેનો મિત્ર રાખતો હતો.

મહત્વનું છે કે, પીડિતાના માતા-પિતાના 10 વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા હતા. ત્યાર બાદ દીકરી તેની માતા અને તેના પુરુષ મિત્ર સાથે રહેતી હતી. જ્યાં માતા અને તેનો પુરૂષ મિત્ર દીકરી પર અત્યાચાર કરતા હતા. ગત મે મહિનામાં દીકરી ભાગીને તેના મિત્ર પાસે જતી રહી હતી. જ્યા દીકરીએ તેના મિત્રને સમગ્ર હકીકત જણાવી હતી. બાદમાં દીકરીના મિત્ર અને તેના સંબંધીઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments