Team Chabuk-Gujarat Desk: દેશમાં કોરોના ફરી દસ્તક દઈ રહ્યો છે. રાજ્યમાં પણ કોરોનાના આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં તંત્ર હરકતમાં આવ્યું છે અને આજથી અમદાવાદ શહેરમાં માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવાયું છે. જે લોકોએ માસ્ક નહીં પહેર્યું હોય તેઓની સામે કડક દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
મહત્વનું છે કે, કોરોની ત્રીજી લહેર બાદ કોરોનાના કેસ ઘટતાં માસ્કના નિયમ પ્રત્યે થોડી ઢીલાશ રાખવામાં આવી હતી. રસ્તા પર પોલીસ દ્વારા પણ માસ્ક ન પહેર્યું હોય તો દંડ ઉઘરાવવામાં આવતો ન હતો. જાહેર સ્થળો પણ લોકોએ માસ્ક પહેરવાનું સ્વેચ્છિક રીતે બંધ કરી દીધું હતું. જો કે હવે કોરોનાના કેસમાં વધારો થતાં ફરી એક વાર માસ્ક પહેરવું ફરજિયાત બનાવી દેવાયું છે.
અમદાવાદમાં આજથી માસ્ક ફરજિયાત કરી દેવાયું છે અને કોવિડના નિયમનોનું આજથી ચુસ્ત પાલન કરાવવામાં આવશે. અમદાવાદના તમામ જાહેર સ્થળો, મોલ, મલ્ટીપ્લેક્સ પર AMC દ્વારા ચેકિંગ કરવામાં આવશે. કોરોનાના કેસ વધતા હવે મહાનગર પાલિકા દ્વારા ટેસ્ટિંગ ડોમ પણ શરુ કરાયા છે. રેલવે અને એસ.ટી સ્ટેન્ડ પર ટેસ્ટિંગ ડોમ શરુ કરાયા છે અને શંકાસ્પદ મુસાફરોના કોરોનાના ટેસ્ટિંગ શરુ કરાયા છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં છેલ્લા 3 દિવસમાં કોરોનાના 242 કેસ નોંધાયા છે. માસ્કની સાથે કોવિડના નિયમનોનું આજથી ચુસ્ત પાલન કરવામાં આવશે. રાજ્યના આરોગ્યમત્રી ઋષીકેશ પટેલે કહ્યું કે રાજ્યમાં કોરોનાના વધતા કેસ અંગે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે અને માસ્ક પહેરવું પણ જરુરી છે. આ બંને ગાઇડ લાઇન ચાલું જ છે તેમ તેમણે જણાવ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
