Team Chabuk-Entertainment Desk: વધુ એક વખત બોલિવુડનું ડ્રગ્સ કનેક્શન બહાર આવ્યું છે. બોલિવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ અને શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરની ડ્રગ્સ લેવાના આરોપમાં અટકાયત કરવામાં આવી છે. સિદ્ધાંત કપૂરની પોલીસે બેંગ્લોરથી અટકાયત કરી છે. સિદ્ધાંત કપૂર પર ડ્રગ્સ લેવાનો આરોપ છે. પોલીસે હોટેલમાં દરોડા પાડીને સિદ્ધાંતની અટકાયત કરી છે.
બેંગ્લોર પોલીસે ગતકાલે રવિવારે રાત્રે એક ફાઈવ સ્ટાર હોટલમાં દરોડા પાડ્યા હતા. જ્યાં હાઈપ્રોફાઈલ ડ્રગ્સ પાર્ટી ચાલી રહી હતી. આ પાર્ટીમાં 35 લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 6 લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ છ લોકોમાં સિદ્ધાંત કપૂરનો પણ સમાવેશ થાય છે. બેંગ્લોર પોલીસે જણાવ્યું કે, સિદ્ધાંત કપૂરની દવાઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને તેને ઉલસૂર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો છે. ઉલસૂર પોલીસે રાત્રે 12 વાગે હોટલ પર દરોડો પાડ્યો હતો. દરોડામાં 50થી વધુ યુવક-યુવતીઓની ધરપકડ કરીને મેડિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા.
સિદ્ધાંત કપૂરે ઘણી ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કર્યું છે. સિદ્ધાંતે તેની બહેન શ્રદ્ધા સાથે પણ ફિલ્મમાં કામ કર્યું છે, પરંતુ તે ફિલ્મ પણ ફ્લોપ સાબિત થઈ હતી. તાજેતરમાં જ સિદ્ધાંત અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ ચેહરેમાં જોવા મળ્યો હતો, પરંતુ તેની ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
