Team Chabuk-Gujarat Desk: ચોમાસુ શરૂ થતાં જ વીજળી પડવાના બનાવો બની રહ્યા છે. ત્યારે વીજળી પડવાનો વધુ એક બનાવ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે બન્યો છે. ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે વીજળી પડતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે બે લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે વીજળી પડી હતી. વીજળી પડતાં ભીખાભાઈ લાલાભાઈ ભરવાડ નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ લઈ જવાયો છે. જ્યારે આ ઘટનામાં રામાભાઈ વિહાભાઈ ભરવાડ અને મેરાજભાઈ રેવાભાઈ ભરવાડ નામના બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે. બન્ને ઈજાગ્રસ્તોને સારવાર માટે ધ્રાંગધ્રાની શ્રીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વીજળી પડતાં એક વ્યકિતનું મોત થતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા