Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ લીંબડી બાદ ચોટીલામાં યુવતીની હત્યા, મોબાઈલ ચાર્જરના વાયર વડે ગળે ટૂંપો...

સુરેન્દ્રનગરઃ લીંબડી બાદ ચોટીલામાં યુવતીની હત્યા, મોબાઈલ ચાર્જરના વાયર વડે ગળે ટૂંપો દઈ હત્યા નિપજાવી

Team Chabuk-Gujarat Desk:સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યાના બનાવો વધી રહ્યા છે. ત્યારે લીંબડી બાદ હવે ચોટીલામાં યુવતીની હત્યા થતાં જિલ્લામાં હાહાકાર મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે જિલ્લાના ચોટીલા તાલુકાના ઢોકળવા ગામની સીમમાંથી યુવતીની લાશ મળી આવી છે. ચોટીલા તાલુકાના ઢોકળવા ગામની સીમમાં યુવતીની હત્યા નિપજતાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં ભગાડી જનાર યુવકે યુવતીની બહેનની હત્યા નીપજાવી હોવાની ચર્ચા ચાલી રહી છે. મોબાઈલ ચાર્જરના વાયર વડે ગળે ટૂંપો દઈ હત્યા નીપજાવતા ચકચાર મચી ગઈ છે. 

વધુ તપાસમાં મૃતક યુવતી બોટાદ જીલ્લાના દલડી ગામની હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ બાદ જ હત્યાનું સાચું કારણ જાણી શકાશે.

મહત્વનું છે કે જિલ્લાના લીંબડીના ભોગાવાના કૂવામાંથી શુક્રવારે યુવતીનો મૃતદેહ મળ્યો હતો. આ યુવતીની હત્યા તેના જ ભાઈએ કરીને લાશ કુવામાં ફેંકી દીધી હોવાનો ધડાકો થયો છે. બહેન દાગીના લઈને પ્રેમી સાથે ભાગી જશે તો બદનામી થશે એ બીકે ભાઈએ જ બહેનની હત્યા કરી નાંખી હતી. અવાજ બહાર ન જાય એટલે ટીવીનું વૉલ્યુમ વધારી હત્યા કરી હતી. ભાઈએ દુપટ્ટાથી ગળું દબાવી બહેન કરી હત્યા. દાગીના લઈને પ્રેમી સાથે ભાગી જશે તો સમાજમાં બદનામી થશે એ બીકે ભાઈએ દુપટ્ટાથી ગળું દબાવી બહેનના શ્વાસ રૂંધી નાખ્યા હતા. પોલીસે આ કેસમાં મૃત યુવતીના સગા ભાઈની ધરપકડ કરી છે. લીંબડીમાં 1 જુલાઈએ ભોગાવા નદીના કૂવામાંથી યુવતીનો મૃતદેહ મળ્યો હતો. ત્યારે હવે ચોટીલાના ઢોકળવા ગામની સીમમાંથી અન્ય એક યુવતીની હત્યા કરાયેલી લાશ મળતાં જિલ્લા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments