Homeગુર્જર નગરીગીર સોમનાથઃ વિદ્યાર્થીને માર મારવાના મામલે શિક્ષક સામે પિતાએ નોંધાવી ફરિયાદ, ક્રિકેટના...

ગીર સોમનાથઃ વિદ્યાર્થીને માર મારવાના મામલે શિક્ષક સામે પિતાએ નોંધાવી ફરિયાદ, ક્રિકેટના સ્ટમ્પથી માર માર્યાનો આરોપ

શૈલેષ નાઘેરાઃ ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ખાનગી શાળામાં વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તાલાલાની આલ્ફા સ્કૂલમાં શિક્ષક પર વિદ્યાર્થીને માર મારવાનો આરોપ લાગ્યો છે. ધોરણ 9મા અભ્યાસ કરતાં વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો હોવાથી વિદ્યાર્થીના પિતાએ શાળાના શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે વિદ્યાર્થીને ક્રિકેટના સ્ટમ્પથી માર મારવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી હાલ કોડીનારની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આઠ દિવસ પહેલાં બનેલી આ ઘટનામાં આજે ફરિયાદ નોંધવામાં આવી છે.

8 દિવસ પહેલાની ઘટનામાં આજે ફરિયાદ દાખલ કરાઇ

તાલાલા આલ્ફા નામની સ્કૂલમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં આજે 8 દિવસ બાદ ફરિયાદ દાખલ કરાઇ છે. ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો હોવાનો આક્ષેપ થતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર મામલે હવે વિદ્યાર્થીના પિતાએ શાળાના શિક્ષક વિરુદ્વ ફરિયાદ કરી છે

શું હતી સમગ્ર ઘટના ?

ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા આલ્ફા નામની સ્કૂલમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટના સામે આવી હતી. ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો હતો. વિદ્યાર્થી શાળામાંથી ભાગી જતા શિક્ષકે માર માર્યોનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આક્ષેપ મુજબ ક્રિકેટના સ્ટમ્પથી માર માર્યો હોવાને કારણે વિદ્યાર્થીને કોડીનાર સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments