Team Chabuk-Gujarat Desk: બનાસકાંઠા જિલ્લામાં સર્જાયેલા એક અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકો મોતને ભેટ્યા છે. સાથે જ 20 ઘેટાં-બકરા પણ મોતને ભેટ્યા છે.
પાલનપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર એમ.બી. પુરા પાટિયા પાસે બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજસ્થાનથી ઘેટા બકરા ભરી અમદાવાદ તરફ જઇ રહેલી ટ્રક અન્ય ટ્રક સાથે ધડાકા ભેર અથડાઈ હતી. જેમાં ડ્રાઈવર-ક્લિનર સહિત ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં ભેગા એકઠાં થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
અકસ્માતની આ ઘટનામાં ત્રણ લોકો ઉપરાંત ટ્રકમાં રહેલા 20 જેટલા ઘેટા-બકરાનાં પણ મોત થયા છે. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
