Homeગુર્જર નગરીજૂનાગઢઃ ટ્રેન અકસ્માતમાં શિક્ષક પિતાના એકના એક પુત્રનું મોત

જૂનાગઢઃ ટ્રેન અકસ્માતમાં શિક્ષક પિતાના એકના એક પુત્રનું મોત

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના માળિયામાં રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતી વખતે એક યુવાનનું મોત થયું. જુવાનજોધ દીકરાનું મોત થતાં પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા.

સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો, માળિયાના જુથળ ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા મનસુખભાઈ ખાનપરા હાલ કેશોદ રહે છે અને તેમનો પુત્ર હિમાંશુ (ઉ.વ.25) અમદાવાદ અભ્યાસ અર્થે ઈન્ટવ્યું આપવા ગયો હતો. સોમવારે રાત્રીના કેશોદ આવવા માટે અમદાવાદ- સોમનાથ મેલમાં બેઠો હતો. જો કે, હિમાંશુને ઉંઘ આવી જતા કેશોદ રેલવે સ્ટેશનથી આગળ ટ્રેન નિકળી ગઈ હતી.

અને ઉંઘ ઉડતા ખબર પડી ત્યારે પિતાને ફોન કરી કહ્યું હતું કે, કેશોદથી ટ્રેન નિકળી ગઈ છે. હવે હું માળિયા ઉતરી જઈશ. ત્યાંથી કેશોદ આવી જઈશ. જો કે, માળિયા સ્ટેશન પર ટ્રેન આવી હતી. ત્યારે સોમનાથ- રાજકોટ લોકલ ટ્રેન પણ માળિયા પડી હતી. અને સામેની ટ્રેનમાં બેસવા માટે હિમાશુંએ ચાલુ ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરતા અકસ્માતે નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું મોત થયું હતું.

આ બનાવની જાણ થતા જુથળ પટેલ સમાજના પ્રમુખ પરેશભાઈ શાગરીયા, ભીખુભાઈ વાછાણી, પારસભાઈ કોટડીયા સહિતના આગેવાનો રેલવે સ્ટેશને દોડી ગયા હતા. મનસુખભાઈને સંતાનમાં એકનો એક પુત્ર હતો જેથી દુર્ઘટનાના પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments