Homeગામનાં ચોરેઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ વધારો, જાણો નવા ભાવ

ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ વધારો, જાણો નવા ભાવ

Team Chabuk-Gujarat Desk: દેશની જનતાને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડશે. કેમ કે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 14.2 કિલોના રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રતિ સિલિન્ડર 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધતાં જ દિલ્હીમાં એલપીજી સિલિન્ડર 1053 રૂપિયાનો થઈ ગયો છે. જ્યારે કોલકાતામાં રૂ. 1079 અને ચેન્નાઇમાં રૂ. 1068.50 આજથી મળશે. 14.2 kg વાળો સિલિન્ડરની સાથે સાથે નાના 5 kg ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો છે. તેની કિંમતમાં 18 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે.

બીજી તરફ 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ઘટાડવામાં આવ્યો છે. પ્રતિ સિલિન્ડર તેની કિંમતમાં 8.50 રુપિયાનો ઘટોડા કરવામાં આવ્યો છે. 14.2 કિલોવાળા રાંધણ ગેસ સિલિન્ડરના નવા ભાવ 6 જુલાઈથી લાગુ થઈ ગયા છે. એટલે કે આજે તમે સિલિન્ડર બુક કરાવો છો તો તમારે હવે 1003 રૂપિયાના બદલે 1053 રૂપિયા ચુકવવા પડશે.

મહત્વનું છે કે, છેલ્લા થોડા દિવસોમાં જ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. 22 માર્ચ, 2022નાં રોજ રાંધણ ગેસનાં ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને તેનો ભાવ 899.50 રૂપિયાથી વધીને 949.50 રૂપિયા થઈ ગયો હતો. ફરીથી 7 મે, 2022નાં રોજ રાંધણ ગેસના ભાવમાં ફરી એક વખત રૂ. 50 વધારવામાં આવ્યા. આ વધારા પછી રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 949.50 રૂપિયાથી વધીને 999.50 રૂપિયા થઈ ગઈ હતી. અને હવે 6 જુલાઈથી વધુ એક વખત 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારા સાથે જ અમદાવાદમાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ 1060 પર પહોંચી ગયા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments