હે ચાબુક ભાજપના જીતેલા આઠે ઉમેદવારો આ લાભ પાંચમના દિવસે એટલે કે 19 નવેમ્બરના રોજ શપથ લેશે અને ધારાસભ્ય બનશે. આ આઠના આવી જતા વિધાનસભામાં ભાજપનું કુલ સંખ્યાબળ 111 સુધી પહોંચી ગયું છે. કોંગ્રેસ પાસે 65 ધારાસભ્યો છે. બીટીપીના 2, એનસીપીના 1 અને જીજ્ઞેશ મેવાણી એક અપક્ષ ધારાસભ્ય થયા.
અમેરિકા ભલે બધી રીતે ઝડપી રહ્યું, પણ આ રીતે ઝડપી બિલકુલ નથી. ત્યાં હજુ સ્ટોપ કાઉન્ટીંગવાળી ચાલે છે અને અહીં ભાજપે બધે સરકાર બનાવી નાખી. ગુજરાતની શપથવિધિની મેં તને વાત કરી અને બિહારમાં તો ગઈકાલે શપથ લેવાઈ ગયા. બિહારથી યાદ આવ્યું.
બિહારથી યાદ આવ્યું…
કે અહીં પણ ચાબુક મંત્રીઓને એમના ખાતા સોંપી દેવામાં આવ્યા છે. ગૃહમંત્રાલય નીતિશ કુમારના હાથમાં ગયું છે. આ સિવાય સામાન્ય વહિવટ અને વિજિલન્સનું ખાતું પણ તેમની પાસે જ છે. નાયબ મુખ્યપ્રધાન તારકિશોર પ્રસાદને પાંચ ખાતા સોંપી દેવામાં આવ્યા છે. જેમાં નાણાં વિભાગ, કોમર્શિયલ ટેક્સ, પર્યાવરણ અને વન મંત્રાલય, શહેરી વિકાસ અને માહિતી ટેક્નોલોજી વિભાગનો સમાવેશ થાય છે. કહી દઉં ચાબુક આ તમામ ખાતા પહેલા સુશીલ કુમાર મોદી સંભાળતા હતા. જે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન હતા. બીજા નાયબ મુખ્યપ્રધાન અને બિહારના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી રેણુદેવીને પંચાયતી રાજ, પછાત જાતિના ઉત્કર્ષ અને ઇબીસી કલ્યાણ સાથે ઉદ્યોગ મંત્રાલયના ખાતા ફાળવવામાં આવ્યા છે.
‘એ વાત મૂકો ગોવાબાપા. કાલ બેસતા વર્ષના દિવસે અહીંથી જતા તો તમારી સાથે કંઈ અજુગતો બનાવ નથી બન્યો ને.’
એરે ચાબુક વાત જાવા દે. ગગજી, જગમાલ, મનજીના છોકરા મને મળવા આવ્યા હતા. આવીને કહે, ગોવા બાપાને પગે લાગી લઈએ. મને પગે લાગતા ગયા અને ગગજીનો છોરો મારું ધોતિયું ખેંચીને ભાગતો હતો. અડધું તો નીકળી જ ગયેલું. માંડ માંડ કેડે ચડાવ્યું. સમયસૂચકતા વાપરી મેં ધોતિયું ખેંચી લીધું બાકી આત્મારામભાઈ જેવું થાત.
ટ્વીટર
તને તો ખબર છે ચાબુક કે લોઢું લોઢાને કાપે. આવું જ હવે ટ્વીટરની ઓફિસમાં થયું છે. એ લોકોએ વારંવાર થતી હેકની પરેશાનીથી બચવા માટે હવે ધરતી પરના સૌથી મોટા હેકરોમાંથી એક ને જ નોકરી પર રાખી લીધો છે. જેથી સિક્યોરિટી ટાઈટ થઈ જાય. આવું શું કામે કરવું પડ્યું તેનું હું તને કારણ કઉં. થોડા સમય પહેલાની વાત છે. બિલ ગેટ્સ, એલન મસ્ક અને જો બાઈડનના ટ્વીટર એકાઊન્ટ હેક થઈ ગયા હતા. જો આવી હસ્તીઓના એકાઊન્ટ હેક થઈ જાય તો પછી થઈ રહ્યું. સામાન્ય માનવીનું તો શું ગજુ? એટલે ટ્વીટરના સીઈઓ જેક ડોર્સીએ પીટર ઝટોકની નિમણૂક કરી દીધી છે. હવે બધા સારાવાના થશે એમ માનવાનું નહીં ચાબુક, કારણ કે હેકરો માથાના માથા પડ્યા જ હશે. શેરને માથે સવાશેર હોય જ. એ કહેવત તો તે સાંભળી જ છે ને ?
દિલ્હીમાં કોરોના તેજ
દિલ્હીમાં કોરોના વાઈરસે ગતિ પકડી છે. પહેલા એવી વાત હતી કે લોકડાઉન નહીં કરવામાં આવે, પણ ગત્ત દિવસોમાં પ્રદૂષણ અને ફટાકડાના કારણે કોરોનાના કેસની સંખ્યામાં ધરખમ વધારો થઈ ચૂક્યો છે. પહેલા લગ્ન સમારંભમાં 200 લોકોને છૂટ આપવામાં આવી હતી હવે 200માંથી ઘટાડી ફરી 50 કરી દેવામાં આવ્યા છે. સાથે જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ એ બજારો બંધ કરાવ્યા છે જ્યાં કોરોનાના કેસ વધી રહ્યા હતા. દિવાળીના સમયે ધ્યાન ન રાખવાના કારણે દિલ્હીમાં કેસની સંખ્યા વધી હોવાનું કેજરીવાલનો રિપોર્ટ કહે છે.
હવે જોવાનું રહેશે ચાબુક કે આવનારા સમયમાં દિલ્હીમાં કોરોના કાબૂમાં આવે છે કે નહીં. કેજરીવાલે કેન્દ્ર સરકારને પત્ર લખીને આંશિક લોકડાઉનની માગણી કરી છે. જો આમ થયું તો અન્ય રાજ્યોએ પણ ડરવાની જરૂર છે. શિયાળાની શરૂઆતમાં જ દિલ્હીમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ઉપરથી ત્યાં પ્રદૂષણ અને સ્મોગ હોવાના કારણે પણ કોરોનાનો ફિગર વધવાની શક્યતા સેવવામાં આવી રહી છે.
એલા આ ન વાંચ્યું હો તો વાંચતા જજો. તાજો જ ઘાણવો છે : ગોવાબાપા
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત