Homeગામનાં ચોરેફોન ધરાવનાર દરેક વ્યક્તિ મીડિયા છે, જે ફ્રી ટ્રાયલ માટે ખતરો છે:...

ફોન ધરાવનાર દરેક વ્યક્તિ મીડિયા છે, જે ફ્રી ટ્રાયલ માટે ખતરો છે: સુપ્રીમ કોર્ટ

Team Chabuk-National Desk : સુપ્રીમ કોર્ટે શુક્રવારે એ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી કે મોબાઈલ ફોન ધરાવનાર દરેક વ્યક્તિ મીડિયા બની ગયો છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તરત જ વીડિયો અપલોડ કરી રહ્યો છે. કોર્ટે કહ્યું કે આવી પ્રવૃત્તિઓ આરોપીની નિષ્પક્ષ સુનાવણી (Fair Trial) માટે ગંભીર ખતરો ઊભો કરે છે.

ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાન્ત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે એક જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરતી વખતે આ વાત કહી હતી. આ અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પોલીસ ધરપકડ કરાયેલા આરોપીઓના વીડિયો અને ફોટોગ્રાફ્સ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર અપલોડ કરે છે, જેનાથી લોકોના મનમાં પૂર્વગ્રહ ઊભો થાય છે. પાછળથી જો પુરાવાના અભાવે આરોપી નિર્દોષ છૂટી જાય, તો લોકો ન્યાયતંત્રને દોષ આપે છે.

બેન્ચ વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણનની એ વાત સાથે સહમત થઈ કે “મોબાઈલ ફોન ધરાવતો દરેક વ્યક્તિ મીડિયા બની ગયો છે”. કોર્ટે નોંધ્યું કે જ્યારે પણ કોઈ અકસ્માત થાય છે, ત્યારે રસ્તા પર કોઈ વ્યક્તિનું લોહી વહેતું હોય તો પણ લોકો મદદ કરવાને બદલે કન્ટેન્ટ બનાવવા માટે પોતાના મોબાઈલ ફોન કાઢી લે છે.

જસ્ટિસ બાગચીએ અરજદારને કહ્યું કે માત્ર પોલીસના સોશિયલ મીડિયા હેન્ડલ્સ વિશે વાત કરવાને બદલે, અરજદારે પોલીસ, પરંપરાગત મીડિયા અને સોશિયલ મીડિયા માટે એક વ્યાપક તંત્ર (mechanism) ની માંગ કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે અગાઉ તમામ રાજ્યોને તપાસમાં પારદર્શિતા, માહિતીનો અધિકાર અને આરોપીની નિષ્પક્ષ સુનાવણીના અધિકાર વચ્ચે સંતુલન જાળવવા પોલીસ-મીડિયા બ્રીફિંગ અંગે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) બનાવવા ત્રણ મહિનાનો સમય આપ્યો છે.

તેમણે વધુમાં કહ્યું, “અમારું માનવું છે કે પોલીસે તેના બ્રીફિંગ દ્વારા આરોપીઓ સામે પૂર્વગ્રહ ઊભો ન કરવો જોઈએ. SOP દ્વારા પોલીસને નિયંત્રિત કરી શકાય છે. પરંતુ મીડિયા, ખાસ કરીને સોશિયલ મીડિયા અને જનતાનું શું? શું તેમને રોકી શકાય છે? સરખામણીમાં જોઈએ તો, ટીવી ચેનલો ઘણી વધુ સંયમિત હોય છે, ભલે કોઈ તેમના વિચારો સાથે અસહમત હોય.”

Supreme court

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર એવા કેટલાક ન્યૂઝ પેજ (ટેબ્લોઇડ્સ) છે જેને સ્પષ્ટ શબ્દોમાં “બ્લેકમેઇલર” કહી શકાય. જસ્ટિસ બાગચીએ કહ્યું, “સમસ્યા એ છે કે સોશિયલ મીડિયા છૂટુંછવાયું અને અનિયંત્રિત છે.” CJI કાન્તે કહ્યું, “આ ડિજિટલ અરેસ્ટ જેવું અથવા તેનું જ એક અલગ પાસું છે. રાજધાનીથી દૂરના નગરો અને શહેરોમાં લોકો મીડિયા પર્સન તરીકેના તેમના ઓળખપત્રોનો દેખાડો કરે છે અને પોતાના સ્વાર્થ/ખોટા ઇરાદાઓ માટે તેમના વાહનો પર તેને પ્રદર્શિત કરે છે.”

વકીલ શંકરનારાયણને કહ્યું, “હું એવા કેટલાક વકીલોને જાણું છું જેઓ હાઇવે પર ટોલ ટેક્સ ચૂકવવાનું ટાળવા માટે તેમની કાર પર ‘સુપ્રીમ કોર્ટ એડવોકેટ’ના સ્ટીકરો લગાવે છે.”

બેન્ચે જણાવ્યું હતું કે, આરોપીની નિષ્પક્ષ સુનાવણીના મુદ્દા માટે વ્યાપક અભિગમની જરૂર છે. તેથી એપ્રિલ પછી જ્યારે પોલીસ માટેની SOP લાગુ થઈ જાય, ત્યારબાદ આ અરજી પાછી ખેંચીને વધુ વ્યાપક મુદ્દાઓ સાથે ફરીથી દાખલ કરવામાં આવે તો તે વધુ સારું રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments