Team Chabuk-International Desk: જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંઝો આબેનું હુમલામાં ગંભીર રીતે ઘવાયા બાદ નિધન થયું છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ શિંઝો આબેએ અંતિમ શ્વાસ લીધા છે. સવારે સભા દરમિયાન હુમલાખોરે આબેને છાતીમાં ગોળી મારી હતી ત્યારબાદ તેઓને એટેક આવ્યો હતો. અંતે તેમણે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા છે. શિંઝો આબેના નિધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને તેઓને શ્રદ્ધાંજલિ આપી હતી.
I am shocked and saddened beyond words at the tragic demise of one of my dearest friends, Shinzo Abe. He was a towering global statesman, an outstanding leader, and a remarkable administrator. He dedicated his life to make Japan and the world a better place.
— Narendra Modi (@narendramodi) July 8, 2022
મહત્વનું છે કે, જાપાનમાં સૌથી લાંબો સમય વડાપ્રધાન રહેનાર પૂર્વ વડાપ્રધાન શિંઝો આબે પર નારા શહેરમાં ભાષણ દરમિયાન ગોળીબાર થયો હતો. હુમલાખોરે શિંઝો આબેને છાતીના ભાગમાં ગોળી મારી હતી. આ ઘટના બાદ શિંઝો આબે બેભાન થઈને પડી ગયા. ત્યારબાદ તેઓને હેલિકોપ્ટર મારફતે હોસ્પિટલ લઈ જવાયા હતા. હુમલા બાદ શિંઝો આબેને હાર્ટ એટેક આવ્યો હતો.
હુમલાખોરે જેવો શિંઝો આબે પર હુમલો કર્યો ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓએ તેની ધરપકડ કરી લીધી. સુરક્ષાકર્મીઓએ હુમલાખોર પાસેથી ગન છીનવી લીધી હતી અને તેને જમીન પર પાડી દીધો હતો. જાપાનના એનએચકે વર્લ્ડ ન્યૂઝના રિપોર્ટ મુજબ હુમલાખોરની ઓળખ 41 વર્ષના યામાગામી તેત્સુયા તરીકે થઈ છે. જેની હત્યાના પ્રયત્નના આરોપમાં ધરપકડ કરાઈ. જાપાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ તે મરીન સેલ્ફ ડિફેન્સ ફોર્સનો પૂર્વ સભ્ય છે. જો કે હુમલાનું કારણ સામે આવ્યું નથી.
જાપાનની પોલીસે શિંઝો આબે પર હુમલો કરનારા હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. સ્થાનિક મીડિયા જિજિએ જણાવ્યું કે શિંઝો આબેના ગળામાંથી લોહી વહી રહ્યું હતું. એવું કહેવાય છે કે હુમલો થયા બાદ તેઓ ઢળી પડ્યા અને બેભાન થઈ ગયા. ત્યાં હાજર લોકોએ તુરંત તેમને સીપીઆર આપ્યું જેથી કરીને જીવ બચી શકે. અત્રે જણાવવાનું કે તેઓ પોતાની લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં ભાષણ આપવા માટે નારા પ્રાંત પહોંચ્યા હતા. આ દરમિયાન સ્થાનિક સમય મુજબ સવારે 11.30 વાગે તેમના પર પાછળથી ગોળી છોડાઈ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
