Team Chabuk-Gujarat Desk: ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર અને બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન આગામી 25 અને 26 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર પ્રવાસે આવશે. અમિતાભ બચ્ચન સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન જૂનાગઢ અને ગીર સોમનાથની મુલાકાત લેશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમિતાભ બચ્ચન ગિરનાર રોપ-વેની સફર માણવા અને તેની જાહેરાત માટે સૌરાષ્ટ્ર પ્રવાસે આવી રહ્યા છે.
ગુજરાત ટુરિઝમને નવો પ્રાણ ફુંકનાર ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બનેલા અમિતાભે ‘કુછ દિન તો ગુજારો ગુજરાત મે ‘ જાહેરાતોથી દુનિયાભરમાં ગુજરાતની આગવી ઓળખ ઉભી કરી હતી. હવે ફરી એક વખત અમિતાભ બચ્ચન ગુજરાતમાં આવી રહ્યા છે અને આ વખતે દુનિયામાં ચમકશે એશિયાના સૌથી ઊંચા ગિરનાર રોપ વેની બચ્ચનની સફર. આગામી 26 ઓગસ્ટે અમિતાભ બચ્ચન ખાસ જૂનાગઢ આવવાના છે. ભવનાથ ખાતે શ્રી ગોરખનાથ આશ્રમની મુલાકાત લેશે. ત્યાર બાદ ગિરનાર રોપ વેની સફર માણી શિખર પર બિરાજમાન મા અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવશે. આ ઉપરાંત સોમનાથ મહાદેવ મંદિર ખાતે શીશ ઝુંકાવવા પણ જવાના હોવાની માહિતી મળી રહી છે.
ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડરના ગુજરાત પ્રવાસ અંગે કોઈ સત્તાવર જાહેરાત કરવામાં આવી નથી. આ ઉપરાંત અમિતાભ બચ્ચનનો ચોક્કસ કાર્યક્રમ શું છે અને ક્યાં હેતુથી જૂનાગઢ આવી રહ્યા છે એ સ્પષ્ટ થયું નથી. હાલ તો સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે અમિતાભ બચ્ચન ગુજરાત આવી રહ્યા છે. પરંતુ ફરી એક વખત ગુજરાતના ટુરિઝમને દુનિયામાં ધમધમતું કરવા ગિરનાર રોપ વે થી શરૂઆત થઈ રહી હોય તો નવાઈ નહિ. કારણકે 2012 પછી ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગિરનાર રોપ વે બે નવા આયામો એ લાખો પ્રવાસીઓને આકર્ષ્યા છે જેથી અમિતાભ બચ્ચન આ બે સ્થળોની મુલાકાત લઈ શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત