Team Chabuk-National Desk: હરિયાણા ભાજપના નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટનું 42 વર્ષની વયે હાર્ટ એટેક આવતા નિધન થયું છે. સોનાલી ફોગાટે વર્ષ 2019માં હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી આદમપુર વિધાનસભાની ચૂંટણી લડી હતી પરંતુ આ ચૂંટણીમાં સોનાલી ફોગાટને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. આ ઉપરાંત સોનાલી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને તેઓના વીડિયોને ચાહકો ખૂબ જ પસંદ કરતાં હતાં.
ગોવામાં હાર્ટ એટેક આવ્યો
ભાજપના નેતા અને અભિનેત્રી સોનાલી ફોગાટનું સોમવારે મોડી રાતે ગોવામાં હાર્ટ એટેકથી નિધન થયું છે. મોતના થોડા સમય પહેલાં જ સોનાલીએ એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. તેમણે ટ્વિટર એકાઉન્ટ પર પોતાનો પ્રોફાઈલ ફોટો પણ બદલ્યો હતો. એવું કહેવાય છે કે તેઓ પોતાના કેટલાક સ્ટાફ મેમ્બર સાથે ગોવા ગયા હતા. સ્શાનિક પ્રશાસન તેમના મોતના કારણની પુષ્ટિ કરી રહ્યું છે.
સોનાલીની કારકિર્દી પર નજર
સોનાલી ફોગાટનો જન્મ 21 સપ્ટેમ્બર 1979ના રોજ હરિયાણાના હિસારના એક નાનકડા ગામ ભૂટાનમાં થયો હતો. સોનાલીના પિતા ખેડૂત છે. પરિવારમાં ત્રણ બહેનો અને એક ભાઈ છે. તેમણે નોઈડા સેક્ટર-1માં સ્થિત એક ઈન્સ્ટિટ્યૂટથી અભ્યાસ કર્યો હતો. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત હિસાર દુરદર્શનમાં એંકર તરીકે કરી હતી. એંકરિંગ દરમિયાન ભાજપના નેશનલ વર્કિંગ કમિટિ સાથે જોડાયા. ત્યારબાદ તેમને અનેક રોલ ઓફર થયા અને તેમણે એંકરિંગ છોડીને એક્ટિંગની દુનિયામાં ડગ માંડ્યા. તેમણે રવિ કિશન, જિમી શેરગિલ જેવા કલાકારો સાથે કામ કર્યું છે. ઝી ટીવી પર પ્રસારિત ‘અમ્મા’માં નવા શાહની પત્નીની ભૂમિકા પણ ભજવી હતી.
સોનાલી ફોગટના લગ્ન હિસારમાં રહેતા નેતા સંજય ફોગટ સાથે થયા છે. વર્ષ 2016માં તેમના પતિ સંજય ફોગટનું શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું હતું. તેમનો મૃતદેહ તેમના ફાર્મહાઉસમાં મળી આવ્યો હતો. સંજય ફોગટ ભાજપના નેતા હતા. પતિના મોત બાદ સોનાલી ભાજપ સાથે જોડાઈ ગયા. સોનાલી અને સંજયના લગ્નથી એક પુત્રી પણ છે.
રાજકીય કારકિર્દી
સોનાલી ફોગાટ હરિયાણાની મહિલા વિંગની પાર્ટી ઉપાધ્યક્ષ અને હરિયાણા કલા પરિષદના હિસાર ઝોનલના દિગ્દર્શક પણ છે. ભાજપના સભ્ય તરીકે તેમણે ઝારખંડ અને મધ્ય પ્રદેશ ચૂંટણી રેલીઓમાં પણ ભાગ લીધો હતો. 2019માં થયેલી હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં તેમણે ભાજપ તરફથી આદમપુર બેઠક પરથી ચૂંટણી લડી હતી. વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે ભારત માતાની જયના નારા લગાવવાનું આહ્વાન પણ કર્યું હતું. નારા ન લગાવનારાઓને પાકિસ્તાની કહ્યા હતા. આ સ્ટેટમેન્ટ બાદ તેઓ ખાસ્સા વિવાદમાં પણ આવ્યા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
