Team Chabuk-Gujarat Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકીય પાર્ટીઓ દ્વારા વાયદાઓની વણઝાર થઈ રહી છે. આમ આદમી પાર્ટીએ કરેલી કેટલીક આકર્ષક જાહેરાતો બાદ કોંગ્રેસે પણ ચૂંટણીને લઈને પ્રજાને સ્પર્શતી કેટલીક મહત્વની જાહેરાતો કરી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલ અને ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે પત્રકાર પરિષદમાં કોંગ્રેસે કેટલીક મહત્વની જાહેરાતો કરી છે.
અશોક ગેહલોતો કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનશે તો રાજસ્થાનની વિખ્યાત મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય યોજનાને ગુજરાતમાં લાગુ કરાશે. કોંગ્રેસ 15 સપ્ટેમ્બર પહેલાં જ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આગામી 5 સપ્ટેમ્બરે ગુજરાત આવશે.
અશોક ગેહલોતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનતા જ જનતાલક્ષી યોજનાઓનું અમલીકરણ થશે. રાજસ્થાન મોડલ – કોંગ્રેસ મોડલ જે દરેક જગ્યાએ લાગુ થશે. જો કોંગ્રેસ સત્તામાં આવશે તો શું કરવામાં આવશે તેની કેટલીક જાહેરાતો કરવામાં આવી છે.
- મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના – તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રૂ. 10 લાખ સુધીની કેશલેસ સારવાર અને રૂપિયા 5 લાખનો અકસ્માત વીમો. એમઆરઆઈ, સીટી-સ્કેન, એક્સ-રે, બ્લડ ટેસ્ટ, કોવિડ ટેસ્ટ સહિતના તમામ પરીક્ષણો મફત છે. ઓર્ગન (કિડની, લીવર, હાર્ટ વગેરે) – બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, ટ્રાન્સપ્લાન્ટ અને ઈમ્પ્લાન્ટ સહિત ઓક્યુલર ઈમ્પ્લાન્ટ વિના મૂલ્યે થશે.
- જૂની પેન્શન સ્કીમ (પ્રી-પેન્શન સ્કીમ) – 1 જાન્યુઆરી 2004 પછી નિમાયેલા સરકારી કર્મચારીઓ માટે પૂર્વ-પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવશે.
- અલગથી કૃષિ બજેટ બહાર પડાશે. રાજસ્થાનના 33 માંથી 16 જિલ્લામાં દિવસ દરમિયાન કૃષિ વીજળી આપવામાં આવે છે, બાકીની આગામી વર્ષ સુધી આપવામાં આવશે. કૃષિ વીજ જોડાણ પર દર મહિને રૂ. 1000ની સબસિડી.
- દૂધ આપનાર ડેરી ખેડૂતોને પ્રતિ લીટર રૂ.5ની સબસિડી અપાશે.
- ઇન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરંટી યોજના અમલી બનશે.
- ગુજરાતમાં 14 પેપર લીક. જ્યારે રાજસ્થાનમાં એક જ ઘટનામાં દોષીતોને જેલમાં મોકલ્યા અને ફરી પેપર કરાવ્યા.
અમદાવાદમાં કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે.સી વેણુગોપાલે કહ્યું કે, ગાંધીના ગુજરાતમાં કોંગ્રેસની સત્તા લાવવાનો આ ગોલ્ડન ચાન્સ છે. જેને કોંગ્રેસ છોડી જવું હોય એને જવા દો. ભૂતકાળમાં પણ રાજાઓ અંગ્રેજો સાથે જોડાઈ ગયા હતા. ભાજપ ઈડીનો ઉપયોગ ચૂંટણીના સમયે કરશે. એનાથી ગભરાવાની જરૂર નથી. કોંગ્રેસની હિંમ્મત એમના કાર્યકર્તા છે. ભાજપ EDનો ઉપયોગ ‘ઈલેક્શન ડીપાર્ટમેન્ટ’ તરીકે કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત