Homeગુર્જર નગરીવલસાડઃ જાણીતી ગાયક કલાકારની કારમાંથી મળી લાશ, પતિએ ગઈકાલે નોંધાવી હતી ગુમ...

વલસાડઃ જાણીતી ગાયક કલાકારની કારમાંથી મળી લાશ, પતિએ ગઈકાલે નોંધાવી હતી ગુમ થયાની ફરિયાદ

Team Chabuk-Gujarat Desk: વલસાડ જિલ્લાના પારડીની પાર નદી નજીક કારમાંથી જાણીતા ગાયક કલાકાર વૈશાલી બલસારાની શંકાસ્પદ હાલતમાં હત્યા કરેલી લાશ મળી આવી છે. મહિલા ગાયક કલાકારની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મૃતક વૈશાલી બલસારાના પતિએ ગઈકાલે સાંજે જ સિટી પોલીસ સ્ટેશને પત્ની ગુમ થઈ હોવાની જાણ કરી હતી. ત્યારે હવે લાશ મળી આવતા અનેક તર્ક વિતર્ક લગાવવામાં આવી રહ્યા છે. હાલ આ મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.

સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પાર નદી કિનારે કાર નંબર GJ-15-CG-4224માં વલસાડની ગાયિકા વૈશાલી બલસારાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. સ્થાનિક લોકોએ અજાણી કારને ઘણા સમયથી અહીંયા ઉભેલી જોઈને ઘટનાની જાણ પારડી પોલીસને કરી હતી. પારડી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતાં કારમાંથી શંકાસ્પદ હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. પારડી પોલીસે તપાસ કરતા આ લાશ વલસાડની ગાયિકા વૈશાલી બલસારાની હોવાનું જાણવા મળ્યું હતું. વૈશાળીના પતિએ ગઈકાલે જ વૌશાલી ઘરેથી ગુમ થઈ હોવાની નોંધ કરવી હતી. પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી

પારડી પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમાં વલસાડની ગાયિકા વૈશાલી બલસારાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. પોલીસે લાશનો કબ્જો મેળવી FSLની ટીમની મદદ મેળવી હતી. ઘટના અંગે વલસાડ LCBની ટીમને જાણ થતાં વલસાડ LCBની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

હાલ તો મહિલાની લાશ ને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. મોત અંગે અનેક રહસ્યો અકબંધ છે, ત્યારે પોલીસે હાલ હત્યા કેમ થઈ ? મહિલા કેમ અહીંયા ગાડી લઈ આવી એ દિશામાં તપાસ હાથ ધરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments