Homeગુર્જર નગરીસુરેન્દ્રનગર જિલ્લાના આ પાંચ ગામને મોરબી જિલ્લામાં ભેળવી દેવાશે, જાણો કારણ

સુરેન્દ્રનગર જિલ્લાના આ પાંચ ગામને મોરબી જિલ્લામાં ભેળવી દેવાશે, જાણો કારણ

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ ગામોને મોરબી જિલ્લામાં ભેળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં આવતા સરા, આંબરડી, કરશનગઢ, રામપરા અને નાડધ્રી ગામને ટૂંક સમયમાં હળવદ તાલુકામાં ભેળવી દેવામાં આવશે. આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને મોરબી જિલ્લાને મોકલી આપવામાં આવી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયે સરકાર દ્વારા વિધિવત ગેજેટમાં પ્રસિદ્ધ કરશે.

મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં આવતા મુળી તાલુકાના સરા, આંબરડી,કરશનગઢ, રામપરા અને નાડધ્રી ગામ ભૌગલિક રીતે મોરબી જિલ્લાના હળવદ તાલુકાથી નજીક થતા હોય આ ગામોનો મોરબી જિલ્લામાં સમાવેશ કરવા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ કરી મોરબી જિલ્લા વહીવટી તંત્રમાં પ્રકરણ મોકલવામાં આવ્યું છે.

વધુમાં હળવદ તાલુકા વિકાસ અધિકારી ચૌધરીએ આ બાબતે જણાવ્યું હતું કે, મુળી તાલુકા હેઠળ આવતા સરા, આંબરડી,કરશનગઢ, રામપરા અને નાડધ્રી ગામને હળવદ તાલુકામાં સમાવેશ કરવા તાલુકા પંચાયત દ્વારા વિધિવત કાર્યવાહી કરી જિલ્લા પંચાયત અને જિલ્લા વિકાસ અધિકારીને મોકલી આપવામાં આવી છે જે મંજુર થયેથી સરકારમાં મોકલાશે અને બાદમાં ગેજેટમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments