Team Chabuk-Sports Desk: ઓક્ટોબર મહિનામાં ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. બીસીસીઆઈએ વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત કરી છે. ચેતન શર્માની અધ્યક્ષતામાં યોજાયેલી પસંદગી સમિતિની બેઠકમાં ટીમની પસંદગી કરાઈ છે. ટી-20 વર્લ્ડકપ માટે ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે જ્યારે વાઈસ કેપ્ટન તરીકે કેએલ રાહુલની પસંદગી કરાઈ છે.
ટી-20 વિશ્વકપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ
સ્ટેન્ડ બાયઃ મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ, દીપક ચાહર..
આ વર્ષે ટી-20 વર્લ્ડકપની શરૂઆત 16 ઓક્ટોબરથી થશે. જે મેઇન ઇવેન્ટ હશે. જ્યારે 13 નવેમ્બરે ફાઇનલ રમાશે. ટી-20 વર્લ્ડકપમાં કુલ 16 ટીમ ભાગ લઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના સાત શહેરમાં તેનું આયોજન થશે. ભારતને ગ્રુપ-2માં જગ્યા મળી છે, તેમાં આ સિવાય પાકિસ્તાન, બાંગ્લાદેશ, અને સાઉથ આફ્રિકા છે.
One title 🏆
— BCCI (@BCCI) September 12, 2022
One goal 🎯
Our squad 💪🏻#TeamIndia | #T20WorldCup pic.twitter.com/Dw9fWinHYQ
ભારતનો વર્લ્ડકપનો કાર્યક્રમ
ભારત વિરુદ્ધ પાકિસ્તાન, 23 ઓક્ટોબર (મેલબોર્ન)
ભારત વિરુદ્ધ ગ્રુપ એ રનર-અપ, 27 ઓક્ટોબર (સિડની)
ભારત વિરુદ્ધ સાઉથ આફ્રિકા, 30 ઓક્ટોબર (પર્થ)
ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ, 2 નવેમ્બર (એડિલેડ)
ભારત વિરુદ્ધ ગ્રુપ બી વિનર, 6 નવેમ્બર (મેલબોર્ન)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
