Team Chabuk-Gujarat Desk: નકલી પોલીસ બનીને લોકોને ધમકાવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. નકલી પોલીસ બની ઘણા લોકો પૈસા ઉધરાવતા હોય છે ત્યારે હવે અમેરલી જિલ્લાના રાજુલમાંથી એક નકલી CBI અધિકારીને પોલીસે ઝડપી પાડ્યો છે. નોકરીની લાલચ આપી લોકો પાસેથી પૈસા ઉધરાવતો હતો. પોલીસની જેવી નેમ પ્લેટ અને હોકીટોકી લઈને ફરતો હતો. આરોપી લોકોને CBIનો અધિકારી હોવાની ખોટી ઓળખ આપતો હતો.
CBI એજન્સીની ખોટી ઓળખ આપી નોકરીમા રખાવી આપવા માટેના રૂપિયા પડાવી છેતરપીંડી કરતો હતો. અમદાવાદ CBIમાં વાયરલેસ ઓપરેટર તરીકે નોકરી અપાવવાની લાલચ આપતો હતો. શહેરના એક વ્યક્તિ પાસે રોકડા 7,000 રૂપિયા પડાવતા સમગ્ર મામલે ભાંડો ફૂટ્યો હતો. બિહારનો રહેવાસી રીશુ કુમાર યુગલ પ્રસાદને રાજુલા પોલીસે દબોચી લીધો છે. દેશની CBI એજન્સીની ખોટી ઓળખ આપતા પોલીસ અધિકરીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
