Team Chabuk-Guajrat Desk: નવરાત્રી શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. તે પહેલાં ધામધૂમથી નવરાત્રીની તૈયારીઓ ચાલી રહી છે. ગરબા આયોજકો સારા રીતે અને સારા વાતાવરણમાં ગરબા રમાય તે અંગે વ્યવસ્થા કરી રહ્યા છે. તો ખેલૈયાઓ તૈયારીઓ કરીને નવરાત્રીમાં મન મૂકીને ઝૂમવા થનગની રહ્યા છે. રાત્રીના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની પણ છૂટ મળી ગઈ છે.
રાત્રે અઢી-ત્રણ સુધી ગરબા ચાલુ રાખવા માગી મંજૂરી
જો કે, રાત્રીના નવરાત્રીની રમઝટ રાત્રીના 12ના બાદલે મોડી રાત્રે અઢીથી ત્રણ વાગ્યા સુધી યોજાય તેવી માગણી ગુજરાતના પૂર્વ પ્રધાને કરી છે. પૂર્વ મંત્રી અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે આ અંગે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને રજૂઆત કરી છે. યોગેશ પટેલે કહ્યું કે, નવરાત્રીના અંતિમ દિવસોમાં રાત્રે અઢી ત્રણ વાગ્યા સુધી ગરબા રમવા માટે મંજૂરી માગી છે.
તિલક લગાવી, ગૌમુત્ર છાંટી અપાશે પ્રવેશ
બીજી તરફ નવરાત્રી અને પ્રી નવરાત્રીની ઉજવણીમાં લવ જેહાદ અને અન્ય ઘટનાઓથી બચવા ગરબા આયોજકો સાથે સાથે રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મેદાને પડ્યું છે. વિવિધ હિન્દુ સંગઠનોએ આયોજકો સાથે મળીને ખેલૈયાઓને તિલક અને ગૌમુત્ર છાંટીને જ પ્રવેશ આપવાનું નક્કી કર્યું છે.
હિન્દુ સંગઠનોએ કહ્યું હતું કે, જાહેર ગરબા આયોજનમાં કોઈપણ અન્ય ધર્મના યુવકો પ્રવેશે નહીં અને છેડતી તથા લવ જેહાદની ઘટનાથી હિન્દુ દીકરીઓને બચાવવા માટે પૂરતા પ્રયત્નો થઇ રહ્યા છે. ગરબા આયોજકો દ્વારા પણ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. વડોદરામાં વિશ્વ હિન્દુ પરિષદે આયોજકોને વિધર્મી પાસેથી સ્પોન્સરશીપ ન લેવા પણ અપીલ કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું હતું કે, માતાના આરાધનાના પર્વને મનોરંજન અને વ્યવસાય તરીકે ન જોવામાં આવે.
દર્શનના સમયમાં ફેરફાર
મહત્વનું છે કે, 26 સપ્ટેમ્બરથી અંબાજીમાં માં અંબાનો ચાચર ચોક ખૈલેયાઓથી ઉભરાશે. નવરાત્રીના પ્રથમ દિવસે નીજ મંદિરમાં ઘટ સ્થાપના કરી નવરાત્રીનુ પ્રાંરંભ થશે. ઘટસ્થાપન આસો સુદ એકમના 26 સપ્ટેમ્બર સોમવારના સવારે 9.00થી 10.30 કલાક સુધીમાં કરવામાં આવશે. દુર્ગાષ્ટમી અને આસો પૂનમના દિવસે સવારની આરતી 6.00 કલાકે થશે. જ્યારે નવરાત્રીથી અંબાજી મંદિરમાં પણ દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત