Team Chabuk-Sports Desk: ગુજરાત માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ટેબલ ટેનિસ મેન્સ સિંગલ્સમાં હરમીત દેસાઈની જીત થઈ છે. તમને જણાવી દઈએ હરમીત દેસાઈ સુરતમાં રહે છે. આમ હોમ ગ્રાઉન્ડમાં જ હરમીતે કમાલ કરી બતાવી છે. હરમીતે હરિયાણાના સૌમ્યજીત ઘોષને 4-0 થી હરાવ્યો છે. આમ મેન્સ સિંગલ્સમાં હરમીતે ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. સુરત ખાતે નેશનલ ગેમ્સ ચાલી રહી છે. આ ઈવેન્ટમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લેવા આવ્યા છે.
#TableTennis events now conclude at #NationalGames2022 🏓
— SAI Media (@Media_SAI) September 24, 2022
FINAL RESULTS:
Women's Singles – Sutirtha Mukherjee (West Bengal) 🥇 4-1 Sreeja Akula (Telangana) 🥈
Men's Singles – Harmeet Desai (Gujarat) 🥇 4-0 Soumyajit (Haryana) 🥈#36thNationalGames pic.twitter.com/5ebpZipcHB
નેશનલ ગેમ્સ અંતર્ગત રામાયેલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ પૂર્ણ થઈ છે. આ સમગ્ર ટુર્નામેન્ટમાં ગુજરાતને ફાળે 3 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ મેડલ આવ્યા છે. મેન્સ સિંગલ્સ ફાઇનલમાં હરમીત દેસાઈએ ગોલ્ડ પર કબ્જો કર્યો જ્યારે મિક્સ ડબલ્સમાં પણ ગુજરાતે ગોલ્ડ મળ્યો છે. મેન્સ સિંગલ્સમાં માનુષ શાહને બ્રોન્ઝ મળ્યો હતો જ્યારે મેન્સ ડબલ્સમાં ગુજરાતને બ્રોન્ઝ મળ્યો હતો. આજે સમાપન સમારોહમાં રાજ્યના ગૃહ અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવી હાજરી આપશે. આ ઉપરાંત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે તમામ વિજેતાઓને મેડલ એનાયત કરાશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
