Team Chabuk-Gujarat Desk: પ્રથમ વખત ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન નેશનલ ગેમ્સમાં યોગાશનને સ્થાન મળ્યું છે. આ ગેમ્સમાં ગીર સોમનાથના ઊનાના દેલવાડા ગામના પ્રતીક મેવાડાની પ્રિ-નેશનલ કોચિંગ કેમ્પમાં પસંદગી થઈ છે. પ્રતીક 36મી નેશનલ ગેમ્સમાં યોગાશન સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.
પ્રતીક મેવાડા માટે સરકાર તરફથી ટ્રેનિંગ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. પ્રતીકને દિવ્યાકુમારી ડોન (ચીફ કોચ ), દિવ્યા પાર્થ પટેલ (કોચ ), અમિત ચોક્સી (કોચ ), દિવ્યેશ રંઘોળિયા એમ કુલ ચાર અધિકારી ટ્રેનિંગ અપાઈ રહી છે. પ્રતીકે આશા વ્યક્ત કરી છે કે, નેશનલ ગેમ્સમાં તે ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવશે.
મહત્વનું છે કે, આગામી 6 ઓક્ટોબરે અમદાવાદના ટ્રાન્સટેડિયામાં યોગાશન સ્પર્ધાનું આયોજન કરાયું છે. 6 દિવસ ચાલનારી આ સ્પર્ધામાં અનેક સ્પર્ધકો ભાગ લેશે. ત્યારબાદ શરૂ થનારી નેશનલ ગેમ્સમાં પ્રતીક ગુજરાત તરફથી પરફોર્મન્સ કરશે. હાલ રાજ્યમા પ્રિ-નેશનલ ગેમ્સના ભાગ રૂપે રાજ્ય સરકારનું ગો ફોર ગોલ્ડ અભિયાન શરૂ કરાયું છે. જેના ભાગ રૂપે સ્પર્ધકો માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું છે.
અગાઉ પ્રિ-નેશનલ ગેમ્સમાં સુરતના હરમિત દેસાઈ અને તેની ટીમ ગોલ્ડ મેળવી ચુક્યા છે. આ સમગ્ર ટુર્નામેન્ટમાં ગુજરાતને ફાળે 3 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ મેડલ આવ્યા છે. મેન્સ સિંગલ્સ ફાઇનલમાં હરમીત દેસાઈએ ગોલ્ડ પર કબ્જો કર્યો જ્યારે મિક્સ ડબલ્સમાં પણ ગુજરાતે ગોલ્ડ મળ્યો છે. મેન્સ સિંગલ્સમાં માનુષ શાહને બ્રોન્ઝ મળ્યો હતો જ્યારે મેન્સ ડબલ્સમાં ગુજરાતને બ્રોન્ઝ મળ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત