Homeગુર્જર નગરીAhmedabad: ઘરેથી શાક લેવાનું કહીને નરોડા કાંકરિયા લેકમાં પરિણીતાએ બાળકી સાથે લગાવી...

Ahmedabad: ઘરેથી શાક લેવાનું કહીને નરોડા કાંકરિયા લેકમાં પરિણીતાએ બાળકી સાથે લગાવી મોતની છલાંગ

Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરમાં આપઘાતના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં નરોડામાં આવેલ કાંકરિયા લેકમાં મહિલાએ તેની છ વર્ષની બાળકી સાથે તળાવમાં મોતની છલાંગ લગાવી છે. આ અંગની જાણ પોલીસને થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પરિણીતાએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. 

શહેરના કૃષ્ણનગરમાં રહેતા 27 વર્ષીય ભારતીબેન મોદી તેમની 6 વર્ષની દીકરી જિયા સાથે શાકભાજી લેવા જવાનું કહીને નીકળ્યા હતા. નરોડામાં આવેલા કાંકરિયા તળાવ પાસે જઈને જ 11 વાગ્યાના અરસામાં ભારતીબેને તેમની દીકરી સાથે મોતની છલાંગ લગાવી હતી. જેમાં બંને માં-દીકરીના મોત થયાં છે. બનાવની જાણ થતાં નરોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બંનેના મૃતદેહ પીએમ માટે મોકલીને પરિવારને જાણ કરવામાં આવી છે.

નરોડા પીઆઇ કેતન વ્યાસે જણાવ્યું હતું કે, બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. હાલ પ્રાથમિક તપાસમાં પારિવારિક કંકાસ હોવાની શક્યતા છે, જેને પગલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પરિણીતા ઘરેથી શાક લેવાનું કહીને સવારે બાળકીને સાથે લઈને ગઈ હતી. ત્યારબાદ તેણે નરોડાના કાંકરિયા તળાવમાં કૂદીને બાળકી સાથે આપઘાત કર્યો છે. પોલીસને જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. જોકે હજુ સુધી આત્મહત્યાનું કારણ અકબંધ છે, પરંતુ કૌટુંબિક કંકાસની શંકા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments