Team Chabuk-Gujarat Desk: અરવલ્લીના ભિલોડાની બુઢેલી નદીમાં ન્હાવા પડેલા એક જ ગામના 4 યુવકોના ડૂબી જવાથી મોત થતા હાહાકાર મચી ગયો છે. આ દુર્ઘટનાને લઈને સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે. બુઢેલી નદીમાં ન્હાવા જતી વખતે કરુણ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. શિલાદ્રી ગામે એક સાથે ચાર યુવકો નહાવા પડ્યા હતા. આ દરમિયાન ઉંડા પાણીમાં ચારેય મિત્રો ગરકાવ થઈ ગયા હતા. જેને લઈને ચારેય એક સાથે મોતને ભેટ્યા હતા. આ અંગે સ્થાનિક લોકો દ્વારા સબંધિત તંત્રને જાણ કરવામાં આવી હતી.
આ ઘટના અંગે જાણ થતા ફાયર વિભાગ અને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ભારે શોધખોળ બાદ ચારેયના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામ આવ્યાં છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 4 યુવકો શિલાદ્રી ગામના રહેવાસી હોવાનું સામે આવતા આખું ગામ હિબકે ચડ્યું છે. અસારી પ્રિતેશ પોપટભાઈ, અસારી રામેશ્વર અશોકભાઈ અને અસારી દિલખુશ વિપુલભાઈ તથા બાંગા કલ્પેશ અર્જુનભાઈના મોત નિપજતા પરિવારજનોમાં આક્રંદ છવાયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત