Homeગુર્જર નગરીએમ્બ્યુલન્સને જોઈને PM મોદીએ કાફલો રોકી દીધો, વડાપ્રધાનના કાફલા વચ્ચેથી 108 લઇને...

એમ્બ્યુલન્સને જોઈને PM મોદીએ કાફલો રોકી દીધો, વડાપ્રધાનના કાફલા વચ્ચેથી 108 લઇને પસાર થનાર પાયલટે આપી પ્રતિક્રિયા

Team Chabuk-Gujarat Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. બીજા દિવસના પ્રવાસમાં અમદાવાદની મેટ્રો રેલનું ઉદ્ઘાટન કરીને અમદાવાદ ગાંધીનગર હાઇવેથી રાજભવન પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમની સંવેદનશીલતા અને દર્દીઓ પ્રત્યેની કરુણતાનું દ્રશ્ય જોવા મળ્યું હતું. એમ્બ્યુલન્સને જોઈને વડાપ્રધાન મોદીએ પોતાનો કાફલો રોકી દિધો હતો. હવે આ એમ્બ્યુલન્સના ડ્રાઇવરનું નિવેદન સામે આવ્યું છે.

એમ્બ્યુલન્સના ડ્રાઇવર અર્જુન પાલાએ જણાવ્યું હું બે વર્ષથી 108માં ફરજ બજાવું છું. અમને 12:53 વાગ્યે ગોતાના રોલ્સ રોયલ માંથી ઇમરજન્સી કેસ માટે ફોન કરવામાં આવ્યો હતો.

અમે ઘરેથી હોસ્પિટલ જવા માટે નીકળ્યા ત્યારે વડાપ્રધાનનો કાફલો સરખેજથી ગાંધીનગર રાજભવન જવા માટે નીકળ્યો ત્યારે સર્વિસ રોડ ઉપરથી પીએમ સાહેબને નજર પડતા એમણે પોતાનો કાફલો રોકાવીને અમારી એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો આપ્યો તે બદલ અમે પીએમ સાહેબનો ખુબ ખુબ આભાર માનીએ છીએ. તથા અમે પેશન્ટને સહી સલામત હોસ્પિટલ પહોંચાડી શક્યા છીએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments