Homeગુર્જર નગરીસુસાઇડ નોટ લખી રહસ્યમય રીતે ગુમ શિક્ષક પરિવાર ઘરે પરત ફર્યો,...

સુસાઇડ નોટ લખી રહસ્યમય રીતે ગુમ શિક્ષક પરિવાર ઘરે પરત ફર્યો, સંતાનોએ આપઘાત કરતાં અટકાવ્યા

Team Chabuk-Gujarat Desk: વડોદરા શહેરનો શિક્ષક પરિવાર રહસ્યમય ગુમ થઇ જતા ચકચાર મચી ગઈ હતી. જોકે, આજે આ પરિવાર 19 દિવસે પરત ફર્યો છે. આ પરિવાર આટલા દિવસ અમદાવાદ અને દિલ્હીમાં ભીખ માંગીને ગુજરાન ચલાવતો હતો. વડોદરા પરત આવેલા શહેરના કપુરાઈ ચાર રસ્તા પાસે કાન્હા આઇકોનમાં રહેતા રાહુલભાઇ જોશીએ જણાવ્યું હતું કે, મકાન પર લોનના નામે અમારી સાથે ઠગાઇ થતાં દેવું થઇ ગયું હતું. જેથી મારી પત્ની અને બાળકો સહિત પરિવાર સાથે આત્મહત્યા કરવાના ઇરાદે ઘર છોડી નીકળ્યા હતા. પહેલાં અમે અમદાવાદ અને ત્યાર બાદ ત્યાંથી દિલ્હી ગયાં હતા. ત્યાં અમે રેલવે સ્ટેશન સહિતની જગ્યાઓ પર ભીખ માંગીને ખાતા અને રહેતાં હતાં. અમે ઘર છોડીને નીકળી ગયાં બાદ કુટુંબીજનોની ક્લિપ સોશિયલ મીડિયામાં જોતા અમે પરત ફર્યાં છીએ. મારાં બાળકોએ અમને આપઘાત કરતાં રોક્યાં અને કહ્યું કે, આપણે મહેનત કરીને દેવું ઉતારી દઇશું પણ આત્મહત્યાનું પગલું નથી ભરવું.

ગુમ થયા પહેલાં ચિઠ્ઠીમાં શિક્ષકે લખ્યું હતું કે ‘અમારા મોત માટે નિરવ ભૂવા, રાહુલ ભૂવા, બિટ્ટુભાઇ અને અલ્પેશ મેવાડા જવાબદાર છે’ પોલીસને મકાનમાંથી શિક્ષક પરિવારના ચાર સભ્યોના મોબાઇલ ફોન મળ્યા હતા. પોલીસ દ્વારા પરિવારને સહીસલામત શોધી કાઢવા માટે ચાર ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.

વડોદરાના કપુરાઈ ચોકડી પાસે કાન્હા આઈકોનમાં ત્રીજા માળે 303 નંબરના મકાનમાં રાહુલ જોશી પત્ની નીતાબેન, પુત્ર પાર્થ અને પુત્રી પરીબેન રહેતાં હતાં. મૂળ ભાવનગરના દૂધાળાના વતની રાહુલ જોશી સ્કૂલમાં હંગામી શિક્ષક હતા અને ટ્યૂશન કરાવતા હતા. તેઓએ તેમનો ફલેટ મોર્ગેજ મૂકીને 29 લાખ રૂપિયાની લોન લીધી હતી. આ લોન નિરવના નામે લીધી હતી. હોટલના ધંધા માટેની લોન લીધા બાદ ધંધો ન ચાલતા આર્થિક ભીંસ શરૂ થઇ હતી. એક બાજુ મકાનનો હપ્તો અને બીજું ધંધા માટે લીધેલી લોન બંનેના હપ્તા ચાલુ થતાં તેઓ આર્થિક ભીંસમાં આવી ગયા હતા.

જેથી બંને જણાં 50-50 ટકા હપ્તા ભરતા હતા. રાહુલભાઈના મોટા ભાઈ પ્રણવ જોશી (ડભોઈ)ના ફોન પર સંબંધીઓએ કોલ કર્યા હતા કે, રાહુલ જોશીનો ફોન લાગતો નથી. જેથી પ્રણવભાઈ વડોદરા દોડી આવ્યા હતા અને રાહુલના ઘેર પહોંચતાં ઘર બંધ હતું. ત્યારબાદ પ્રણવ જોશીએ પાણીગેટ પોલીસને રાહુલ જોશીનો પરિવાર ગુમ થયો હોવાની અરજી આપી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments