Team Chabuk-Entertainment Desk: સાઉથની જાણીતી એક્ટ્રેસ નયનતારા અને સાઉથની ફિલ્મોના ડિરેક્ટર અને પ્રોડ્યુસર વિગ્નેશ શિવાને થોડા મહિનાઓ પહેલાં જ લગ્ન કર્યા હતા. હવે આ કપલ માતા-પિતા બની ગયું છે. વિગ્નેશ શિવાને પોતાના ઈંસ્ટાગ્રામ પર ફોટો શેર કરીને આ ખુશખબર આપ્યા છે. વિગ્નેશ શિવાને ઈંસ્ટાગ્રામ પર ફોટો શેર કરતાં લખ્યું કે, નયનતારા અને હું મમ્મી – પપ્પા બની ગયા છીએ. ટ્વીન પુત્રોનો જન્મ થયો છે.
સાઉથની ફિલ્મોના ડિરેક્ટર અને પ્રોડ્યુસર વિગ્નેશ શિવાને ઈંસ્ટાગ્રામ પર ફોટો શેર કરતાં લખ્યું કે, ફોટો શેર કરતા વિગ્નેશ શિવને લખ્યું, ‘નયન અને હું આજે અમ્મા અને અપ્પા બની ગયા છીએ. અમને જોડિયા પુત્રો છે. અમારી બધી પ્રાર્થના, અમારા પૂર્વજોના આશીર્વાદથી અમને અમારા બંને બાળકોના રૂપમાં મળ્યું છે. અમને તમારી બધી પ્રાર્થનાની જરૂર છે.’ ફોટોમાંનયનતારા અને વિગ્નેશ શિવાન તેમના બંને પુત્રોના નાના પગને ચુંબન કરીને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.
આ વર્ષે 9 જૂનના રોજ નયનથારા અને વિગ્નેશ શિવાને ચેન્નાઈમાં લગ્ન કર્યા હતા. ફેન્સ આ એક્ટર-ડિરેક્ટરની જોડીને ખૂબ પસંદ કરે છે. ત્યારે આજે આ કપલ માતા-પિતા બન્યું છું. તેમના ચાહકોએ બંનેને અભિનંદન આપીને ખુશી વ્યક્ત કરી હતી. નયનતારા અને વિગ્નેશના લગ્નના ઘણા ફોટા પણ વાયરલ થયા હતા. નયનતારાના લગ્નમાં સુપરસ્ટાર શાહરૂખ ખાન, વિજય સેતુપતિ અને નિર્દેશક એટલી પણ પહોંચ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
