Team Chabuk-Sports Desk: આખરે 12 વર્ષ બાદ ભારતીય ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકા સામે વન-ડે સિરીઝ જીતી છે. દિલ્લીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં ત્રીજી અને નિર્ણાયક મેચમાં ભારતે આફ્રિકા સામે 7 વિકેટે જીત મેળવી છે. આમ, સિરીઝ પર પણ 2-1થી કબજો મેળવ્યો છે. છેલ્લે 2010માં ત્રણ મેચની સિરીઝ ભારતે 2-1થી જીતી હતી. જો કે, શિખર ધવન ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો અને 14 બોલમાં 8 રન બનાવી રનઆઉટ થયો હતો. ઈશાન કિશન 10 રને આઉટ થયો હતો. જ્યારે શુભમન ગીલ 49 રન બનાવ્યા હતા. તો શ્રેયસ ઐયરે 23 બોલ પર 28 રનની ઈનિંગ રમી હતી.
ટોસ જીતીને ભારતે ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. સામા પક્ષે પહેલા બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ 27.1 ઓવરમાં માત્ર 99 રનમાં જ પવેલિયન ભેગી ગઈ હતી. મેચ અને સિરીઝ જીતવા માટે સાઉથ આફ્રિકાએ ભારતીય ટીમને માત્ર 100 રનનું લક્ષ્ય આપ્યું હતું. જે ભારતીય ટીમે માત્ર 19.1 ઓવરમાં હાંસલ કરી લીધું હતું.
ભારત તરફથી કુલદીપ યાદવે 4.1 ઓવરમાં 1 મેઈડન ઓવર સાથે 18 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તો સિરાજ, સુંદર અને શાહબાઝને 2-2 વિકેટ મળી હતી. સાઉથ આફ્રિકા તરફથી હેનરિક ક્લાસેન 42 બોલમાં 34 રન બનાવ્યા હતા. આ ઉપરાંત મલાને 15 રન અને માર્કો જેનસને 14 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાએ ભારત સામે વન-ડેમાં સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો હતો. આ અગાઉ 1999માં સાઉથ આફ્રિકા ભારત સામે 117 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
.@ShreyasIyer15 goes FOUR, FOUR straight down the ground! 👌👌 #INDvSA #TeamIndia inching closer to the target 👍
— BCCI (@BCCI) October 11, 2022
Follow the match ▶️ https://t.co/fi5L0fWg0d
Don’t miss the LIVE coverage of the #INDvSA match on @starsportsindia pic.twitter.com/qcVTTpMFgt
India Playing XI : શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને આવેશ ખાન.
SA playing XI: સાઉથ આફ્રિકા: ડેવિડ મિલર (કેપ્ટન), ક્વિન્ટન ડીકોક (વિકેટકીપર), મલાન, રિઝા હેનરિક, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન,માર્કો જેનસન, એન્ડિલે ફેહલુકવાયો, બ્યોર્ન ફોર્ટ્યુન, લુન્ગી એન્ગિડી અને એનરિક નોર્કિયા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત