Team Chabuk-National Desk: મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની એન્ટી એક્સટોર્શન સેલે ડી ગેન્ગ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. મુંબઇમાં દાઉદ ગ્રુપના 5 સક્રિય સભ્યની મુંબઇ પોલીસે તપાસ એજન્સીઓ સાથે મળીને ધરપકડ કરી છે. બળજબરી વસૂલી મામલે અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ ગ્રુપ સાથે જોડાયેલા 5 લોકોની ધરપકડ કરી છે. સૂત્રો અનુસાર દાઉદના બન્ને સભ્યોએ વેપારી પાસે રોલ્સ રોયસ કારની માંગ કરી હતી. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ મોટી કાર્યવાહી કરતા છોટા શકીલની મે મહિનામાં ધરપકડ કરી હતી. તે બાદથી મુંબઇ પોલીસે ડી ગેન્ગ પર શકંજો કસવાનું શરૂ કરી દીધુ હતુ. કેટલાક દિવસ પહેલા જ દાઉદ ગ્રુપના અન્ય એક ગુર્ગા ગેન્ગસ્ટર રિયાઝ ભાટીની મુંબઇ પોલીસે ધરપકડ કરી હતી.
ધરપકડ કરાયેલા 5 આરોપીઓના નામ અજય ગોરાસિયા, ફિરોજ ચમડા, સમીર ખાન, અમજદ રેડકર અને એક અજાણ્યો શખ્સ છે જેનું નામ હજુ સુધી ખબર પડી નથી. સૂત્રોએ જણાવ્યુ કે ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ અનુસાર, વધુ જાણકારી માટે ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
સલીમ ફ્રૂટ અને રિયાઝ ભાટી પર MCOCA પણ લગાવવામાં આવ્યો છે. આ કાર્યવાહી બાદ પોલીસના રડાર પર હજુ પણ ડી ગેન્ગ સાથે જોડાયેલા સભ્ય છે. મુંબઇથી ધીમે ધીમે અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમનો પ્રભાવ ધીમે ધીમે ખતમ થવા જઇ રહ્યો છે. પોલીસની સાથે સાથે તપાસ એજન્સીઓ પણ આ લોકોનો ખાત્મો કરવામાં લાગેલી છે. મુંબઇની પોલીસ સતત ડી ગેન્ગ પર નજર રાખી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
