Homeગુર્જર નગરીદિવાળી પહેલા ગુજરાત સરકારની લોકોને ભેટ, વર્ષમાં 2 સિલિન્ડર ફ્રી આપવાની કરી...

દિવાળી પહેલા ગુજરાત સરકારની લોકોને ભેટ, વર્ષમાં 2 સિલિન્ડર ફ્રી આપવાની કરી જાહેરાત

Team Chabuk-Gujarat Desk: મોંઘવારી વચ્ચે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સરકારે મોટી ભેટ આપી છે. વર્ષમાં 2 સિલિન્ડર ફ્રી આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે. દીવાળી પહેલા સરકારે મોટી જાહેરાત કરી છે. 650 કરોડ રુપિયાની રાહત થશે. આ ઉપરાંત CNG અને PNGના વેટમાં પણ 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સિલિન્ડરની રકમ સીધી ખાતામાં જમા થશે. 8થી 9 લાખ જેટલાં રીક્ષા ચાલકોને આ ભાવ ઘટાડોનો લાભ મળશે. CNG વાહન ચાલકો માટે 700 કરોડની રાહત અને PNGમાં 1000 કરોડની રાહત આપવામાં આવી છે. આમ કુલ 1700 કરોડનો લાભ થશે.

રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, નાગરિકો અને ગૃહિણીઓને એક હજાર કરોડ રૂપિયા જેવી રાહત મળવાની છે. સાથે જ વર્ષમાં બે સિલિન્ડ ફ્રી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. 38 લાખ જેટલી ગૃહિણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે હેઠળ 650 કરોડ રૂપિયાની રાહત એટલે કે 1700 કરોડ રૂપિયા સુધીની રાહત સુધી જ જનતાના ઘરમાં કે ખિસ્સા સુધી પહોંચી શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

પીએ કિસાન સન્માન નિધિ યોજનાનો 12મો હપ્તો જમા થયો

આજે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 12મો હપ્તો જાહેર કર્યો છે. દેશભરના 8 કરોડ ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયા જમા થયા છે. આ વખતે કેન્દ્ર સરકારે 12મા હપ્તા માટે 16 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. વાસ્તવમાં, પીએમ મોદીએ દિલ્હીના પુસા કેમ્પસમાં આયોજિત પીએમ કિસાન સન્માન 2022 મેળાના ઉદ્ઘાટન દરમિયાન 12મો હપ્તો રજૂ કર્યો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments