Team Chabuk-National Desk: મુંબઈની અંધેરી ઈસ્ટ વિધાનસભા સીટની પેટાચૂંટણીમાં ભાજપે મુરજી પટેલની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. રાજ ઠાકરે, શરદ પવાર અને શિંદે જૂથના પ્રતાપ સરનાઈકે ભાજપને વિનંતી કરી કે સ્વર્ગસ્થ ધારાસભ્ય રમેશ લટકેના પત્ની રુતુજા લટકેને બિનહરીફ જીતવા દેવા. મુંબઈની અંધેરી પૂર્વ વિધાનસભા બેઠક પર ભાજપે શિવસેનાના ઉદ્ધવ જૂથના ઉમેદવાર ઋતુજા લટકેની તરફેણમાં પોતાના ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચવાની જાહેરાત કરી છે.
અંધેરી પૂર્વના ધારાસભ્ય રમેશ લટકેના નિધનથી આ બેઠક ખાલી પડતાં તેની પેટા ચૂંટણી તારીખ ત્રીજી નવેમ્બરે યોજવાની છે. તેના માટે ભાજપ તરફથી મુરજી પટેલ અને ઉદ્ધવજી તરફથી સ્વ રમેશ લટકેના પત્ની ઋતુજા લટકેએ ફોર્મ ભર્યું છે.
ઋતુજા આ ચૂંટણીના લડી શકે તે માટે એકનાથ સરકારે ભારે ધમપછાડા કર્યા હતા ઋતુજા મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારી હોવાથી તેમણે ચૂંટણી લડવા માટે રાજીનામું આપ્યું હતું . પરંતુ રાજ્ય સરકારના ઈશારે મહાપાલિકાએ આ રાજીનામાં પત્ર દબાવી રાખ્યો હતો. છેવટે ઉદ્ધવ જૂથે હાઇકોર્ટમાં ધા નાખતા બોમ્બે હાઈકોર્ટે મહાપાલિકાને આકરા ઠપકા સાથે ઋતુજાનું રાજીનામું સ્વીકારી લેવા જણાવ્યું હતું એ પછી શિંદે જૂથે આ બેઠક પર ભાજપ નહીં પરંતુ પોતે લડે તેવું આગ્રહ સેવ્યો હતો પરંતુ ભાજપ એ તેનો સ્વીકાર કર્યો ન હતો.
ગઈકાલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે એ ભાજપના નેતા અને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખી ઋતુજા લટકે બિનહરીફ ચૂંટાય તે માટે ભાજપ તેનો ઉમેદવાર પાછો ખેંચી લે તેવી અપીલ કરી હતી . રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે સ્વ રમેશ લટકેને અંજલિ રૂપે આ ચૂંટણી બિન હરીફ થવી જોઈએ. શિંદે જૂથના ધારાસભ્ય પ્રતાપ સરનાઈક ઉપરાંત એનસીપીના પ્રમુખ શરદ પવારે પણ રાજ ઠાકરેની આ દરખાસ્તને ટેકો આપ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત