Team Chabuk-Sports Desk: T20 World Cup 2022 જીતવા માટે ભારતીય ટીમ સજ્જ છે. ભારતે પહેલી વાર્મ-અપ મેચ 6 રને જીતી લીધી છે. જેની છેલ્લી ઓવર ચર્ચાનો વિષય બની છે. ક્રિકેટ લવર્સ કહી રહ્યા છે કે, મોહમ્મદ શામી આટલી શાનદાર ઓવર ફેંકી શકે છે તો શા માટે તેને એક જ ઓવર આપવામાં આવી ? લોકો આના માટે અલગ-અલગ તર્ક લગાવી રહ્યા છે. કેટલાક લોકો રોહિત શર્માની કેપ્ટનશીપ પર તેમજ રોહિત-શામીના સંબંધો પર સવાલો ઉઠાવી રહ્યા છે.
જો કે, વાર્મ અપ મેચમાં શામીને એક જ ઓવર આપવાનું કારણ અલગ જ છે. તેની પાછળ રોહિતની કેપ્ટનશીપ કે પછી તેમના સંબંધોને કોઈ લેવા દેવા નથી. જે ક્રિકેટ રસિકોને સવાલ થઈ રહ્યા છે તેનો જવાબ મેચ બાદ ખુદ ભારતીય ટીમના કેપ્ટન હિટમેન રોહિત શર્માએ આપ્યો હતો અને સમગ્ર યોજનાનો ખુલાસો પણ કર્યો હતો. રોહિત શર્માએ કહ્યું હતું કે, મોહમ્મદ શામી લાંબા સમય બાદ પરત ફર્યો છે. એવામાં અમારી યોજના હતી કે, અમે તેની પાસે એક જ ઓવર કરાવીશું. એટલું જ નહીં અમે તેને ડેથ ઓવરમાં તક આપીને તેને પડકાર પણ આપવા માંગતા હતા. એટલે જ તેને છેલ્લી ઓવર આપવામાં આવી. આ યોજનાનો ભાગ હતો.
મોહમ્મદ શામીએ છેલ્લી ઓવર શાનદાર ફેંકી હતી. છેલ્લે તેણે માત્ર 4 રન આપી 3 વિકેટ ઝડપી હતી. જ્યારે તેની ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો એક ખેલાડી રન આઉટ થયો હતો આમ શામીની છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રેલિયાની ચાર વિકેટ પડી હતી. આમ, શામી ટીમે આપેલા પડકારનો સારી રીતે સામનો કરી પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું હતું. જેનાથી ટીમનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે.
મહત્વનું છે કે, મેચમાં રોહિત શર્માએ કુલ 7 બોલરનો ઉપયોગ કર્યો હતો. જેમાં રવિચંન્દ્રન અશ્વિન પાસે 4, ભૂવનેશ્વર કુમાર, અર્શદીપ, હાર્દિક પંડ્યા, હર્ષલ પટેલ અને યુઝવેન્દ્ર ચહલ પાસે 3-3 ઓવર ફેંકાવી હતી. જ્યારે શામી પાસે પુરી મેચમાં એક જ ઓવર કરાવી હતી. મેચમાં 11.30ની એવરેજથી અર્શદીપે સૌથી વધુ 34 રન આપ્યા હતા. જ્યારે હર્ષલ પટેલે 3 ઓવરમાં 30 રન, હાર્દિક પંડ્યાએ 29 રન, ચહલે 28 રન જ્યારે અશ્વિને 4 ઓવરમાં 28 રન આપ્યા હતા. ઉપરાંત ભૂવનેશ્વર કુમારે 3 ઓવરમાં 20 રન અને મોહમ્મદ શામીએ માત્ર 4 રન આપ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
