Team Chabuk-Gujarat Desk: તા.25 ઓક્ટોબરના રોજ ખગ્રાસ સુર્યગ્રહણ હોય, શાસ્ત્રોક્ત રીતે સુર્યગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્ષતુ હોવાથી પાળવાનુ આવશ્યક હોય, જે અનુસંધાને સોમનાથના સ્થાનિક સમય પ્રમાણે નિચે મુજબ સમયે વેધ-સ્પર્ધ-મધ્ય-મોક્ષ વિગેરે થાય છે. સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં આરતી તેમજ નિત્ય- પૂજનના સમયમાં ફેરફાર રહેશે. શ્રી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો નિત્ય પૂજા-આરતી બંધ રહેશે. તેમજ ગ્રહણ મોક્ષ બાદ નિત્યપૂજન આરતીનો ક્રમ યથાવત રહેશે.
ગ્રહણ દરમિયાન તારીખ-25/10/2022 મંદિરના પૂજામાં પ્રાતઃમહાપૂજન-આરતી, મધ્યાહ્ન મહાપૂજન આરતી-ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા, સોમેશ્વર મહાપૂજન, યજ્ઞો સહિતની તમામ પૂજાઓ બંધ રહેશે. તા. 25/10/2022 ગ્રહણ મોક્ષ પછી પૂજન સાંજે 6-50 થી પ્રારંભ થશે, તેમજ સાંજની આરતી 7-30 કલાકે કરવામાં આવશે. ગ્રહણ દરમિયાન દર્શનનો સમય સવારે 6-00 થી રાત્રે 10-00 સુધી યથાવત રહેશે.
| ગ્રહણ વિગત | ||
| ગ્રહણ માહિતી | તારીખ | સમય |
| વેધ પ્રારંભ | 25/10/2022 | સવારે 4-49 |
| ગ્રહણ સ્પર્શ | 25/10/2022 | સાંજે 4-01 |
| ગ્રહણ મધ્ય | 25/10/2022 | સાંજે 5-19 |
| ગ્રહણ મોક્ષ | 25/10/2022 | સાંજે 6-16 |
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
