Team Chabuk-Gujarat Desk: મોરબીમાં બનેલી ઝૂલતા પુલ તૂટવાની ગોઝારી ઘટનાના 46 કલાક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી ઝૂલતા પુલનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ તેઓ મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. વડાપ્રધાને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા. વડાપ્રધાન મોરબીમાં હોય આખું મોરબી પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે. વિરોધની આશંકાના કારણે વડાપ્રધાનના આગમન પહેલા જ પોલીસે કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરી દીધા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી પહોંચ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દર્દી સિવાય અન્ય લોકોને પ્રવેશ બંધ કરાયો છે અને આસપાસના રોડ રસ્તા પર પણ વધારાની અવરજવર બંધ કરાઇ છે. વડાપ્રધાન મોદીએ મોરબી બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી છે. વડાપ્રધાન મોદીએ બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને સાંત્વના પાઠવી હતી. સિવિલ હોસ્પિટલની મુલાકાત બાદ પીએમ મોદી મોરબી એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યુ મિટીંગ કરી હતી.

#WATCH | PM Modi along with Gujarat CM Bhupendra Patel visits the cable bridge collapse site in Morbi, Gujarat
— ANI (@ANI) November 1, 2022
135 people lost their lives in the tragic incident pic.twitter.com/pXJhV7aqyi
Gujarat | Prime Minister Narendra Modi met the injured admitted to Morbi Civil Hospital.#MorbiBridgeCollapse led to the deaths of 135 people so far. pic.twitter.com/UaKF2XcbCP
— ANI (@ANI) November 1, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ મોરબી ખાતે પહોંચીને સીધા જ દુર્ઘટનાગ્રસ્ત ઝૂલતા પુલ પર પહોંચ્યા હતા અને પુલનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પુલ તૂટવાની સમગ્ર ઘટના વડાપ્રધાન સમક્ષ વર્ણવી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં પુલ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા અને હાલ સારવાર લઈ રહેલા દર્દીઓના ખબર-અંતર પુછ્યા હતા.
Prime Minister Narendra Modi, along with Gujarat CM Bhupendra Patel, visits the incident site in Morbi, Gujarat, while the search and rescue operation is underway in the Machchhu river.
— ANI (@ANI) November 1, 2022
Death toll in the incident stands at 135 so far. pic.twitter.com/JefTWaTiNL
મહત્વનું છે કે, મોરબી દુર્ઘટનામાં અત્યારસુધી 135 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. ઘણા ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં મોત સામે ઝઝુમી રહ્યા છે. ઘટનાના 46 કલાક વીતવા છતાં હજુ પણ સર્ચ-ઓપરેશન ચાલી રહ્યું છે. NDRF, SDRFની ટીમો સાથે આર્મી, નેવી અને એરફોર્સ સહિતની સેનાની ત્રણેય પાંખ સતત 42 કલાકથી સર્ચ-ઓપરેશન કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત