Team Chabuk-Sports Desk: એડિલેડમાં બાંગ્લાદેશ અને ટીમ ઈન્ડિયા વચ્ચે આવતીકાલે મુકાબલો છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સેમીફાઈનલનો દાવો મજબૂત કરવા ઈચ્છશે. વાસ્તવમાં, આ પહેલા રવિવારે ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. અત્યારે ગ્રુપ-2માં દક્ષિણ આફ્રિકા ટોચ પર છે. મેચ પહેલા બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને મોટું નિવેદન આપ્યું છે.
બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને કહ્યું કે ટીમ ઈન્ડિયા ચોક્કસપણે ફેવરિટ છે, પરંતુ અમે આ મેચમાં અપસેટ કરવા ઈચ્છીશું. તેણે કહ્યું કે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપ જીતવા આવી છે, અમારી ટીમ અહીં વર્લ્ડ કપ જીતવા નથી આવી. શાકિબ અલ હસને વધુમાં કહ્યું કે જો અમે ટીમ ઈન્ડિયા સામે જીતવામાં સફળ રહીશું તો અપસેટ થશે.
બુધવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એડિલેડમાં મેચ રમાશે. હાલ ભારતીય ટીમ ગ્રૂપ-2માં 3 મેચ બાદ નંબર 2 પર છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન અને નેધરલેન્ડ સામે જીત મેળવી હતી, પરંતુ દક્ષિણ આફ્રિકા સામે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે 3 મેચ બાદ ભારતીય ટીમના 4 પોઈન્ટ છે. તે જ સમયે, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા અને ભારત પછી પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર છે. વાસ્તવમાં, બાંગ્લાદેશ અને ભારતના 4-4 પોઈન્ટ છે, પરંતુ સારા નેટ રન રેટના કારણે ટીમ ઈન્ડિયા ત્રીજા નંબર પર છે.
શું કહે છે હવામાન રિપોર્ટ
વેધર રિપોર્ટ પ્રમાણે છેલ્લા બે દિવસથી એડિલેડમાં સતત વરસાદ પડી રહ્યો છે, અને જો વરસાદ કાલે પણ ચાલુ જ રહેશે, તો ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઇ શકે છે. જો આવુ થશે તો ટીમ ઇન્ડિયાનુ સેમિ ફાઇનલનુ સમીકરણ બગડી શકે છે. હવામાન વિભાગે જાણકારી આપી છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં વરસાદ વિલન બની શકે છે. એડિલેડનુ વાતાવરણ વરસાદી છે. ત્યા તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે, તે સમયે થોડો વરસાદ પણ પડશે. જોકે, હવે મેચ દરમિયાન વરસાદ કેટલી રમત બગાડી શકે છે તો તે કાલે જ ખબર પડશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
