Team Chabuk-Sports Desk: મધ્યપ્રદેશના રીવાનો ફાસ્ટ બોલર કુલદીપ સેન હવે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ચમકશે. કુલદીપને ન્યુઝિલેન્ડ સામે રમાનારી સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યો છે. આ એ જ ફાસ્ટ બોલર છે, જેણે ગઈ IPLમાં પોતાની બોલિંગથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. રીવાંચલ એક્સપ્રેસથી જાણીતો રીવાનો આ ફાસ્ટ બોલર કુલદીપ સેન હવે ન્યુઝિલેન્ડની પિચ પબોલિંગ કરતો નજર આવશે.
કુલદીપનો ટીમ ઈન્ડિયામાં પ્રવેશ સુધીનો પ્રવાસ ખૂબ સંઘર્ષમય રહ્યો છે. કુલદીપના પિતા રામપાલ આજે પણ રીવાના સિરમોરમાં ફાઈન હેર કટિંગ નામની દુકાન ચલાવે છે. કુલદીપના સિલેક્શન પર પિતાએ કહ્યું- ટીમમાં સિલેક્શન થયું એ ખૂબ સારી વાત છે.
તો કુલદીપના કોચ એરિલ એન્થોનીએ કુલદીપના સિલેક્શન પર કહ્યું- ‘બોર્ડે તેમના પ્રદર્શન પર વિશ્વાસ દાખવ્યો છે, આશા કરું છું કે તે સારું પ્રદર્શન કરશે.’
તેમણે કહ્યું કે -‘તેણે (કુલદીપે) ખૂબ સંઘર્ષ કર્યો છે. એક સમયે પ્રેક્ટિસ માટે તેની પાસે બુટ પણ નહતા.મને સારી રીતે યાદ છે કે ન્યુઝિલેન્ડના 2014ના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં પસંદગી પામેલા ઈશ્વર પાંડેએ પ્રથમ વખત પોતાના સ્પાઈક્સ આપ્યા હતા. જેની સાથે કુલદીપ પ્રેક્ટિસ કરતો હતો. તે ગરીબ ઘરનો હતો. રમત પ્રત્યેનું તેમનું સમર્પણ અને સખત મહેનત જોઈને મેં નક્કી કરી લીધું હતું કે હું ક્યારેય પૈસા નહીં લઉં. તેને ઝારખંડ તરફથી રણજી રમનારા આનંદ સિંહનો પણ ઘણો સપોર્ટ મળ્યો.’
કેન વિલિયમસન જેવા બેટરના પડકાર પર તે કહે છે કે, તેને ચિંતા નથી, કારણ કે તેણે આઈપીએલમાં દિગ્ગજ બેટર્સને બોલિંગ કરી છે. એટલું જ નહીં, મલિંગાએ તેને કોચિંગ આપી છે. આવી સ્થિતિમાં, તે ત્યાં જવા માટે સંપૂર્ણપણે તૈયાર છે
તેમણે કહ્યું કે, કુલદીપે આ તક માટે ઘણી મહેનત કરી છે. તેને તે મહેનતનું ફળ પણ મળશે કારણ કે, ન્યુઝિલેન્ડમાં પીચ ઝડપી છે, જે કુલદીપ માટે મદદરૂપ સાબિત થશે. કુલદીપ સામાન્ય પીચ પર 140-145ની ઝડપે બોલિંગ કરે છે. આવી સ્થિતિમાં ન્યુઝિલેન્ડમાં તેની ઝડપ અલગ હશે.
ન્યૂઝિલેન્ડ વનડે સિરીઝ ટીમ
શિખર ધવન (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, યુઝવેન્દ્ર ચહલ, શાહબાઝ અહેમદ., અર્શદીપ સિંહ, દીપક ચહર, કુલદીપ સેન અને ઉમરાન મલિક
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
