Homeગુર્જર નગરીગીર સોમનાથઃ લ્યો બોલો સ્મશાનને પણ ન મુક્યું ! ઊનાના સામતેરમાં મૃતદેહને...

ગીર સોમનાથઃ લ્યો બોલો સ્મશાનને પણ ન મુક્યું ! ઊનાના સામતેરમાં મૃતદેહને અગ્નિદાહ આપવાના લોખંડના ખાટલાની પ્લેટો ચોરાઈ

Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથના ઊના તાલુકાના સામતેર ગામે તસ્કરોએ સ્મશાનને પણ નથી મુક્યું ! અહીં સ્મશાનમાં રાખવામાં આવેલા અગ્નિદાહ આપવાના લોખંડના ખાટલાની પ્લેટોની ચોરી થઈ છે. અજાણ્યા શખ્સોની આ કરતૂતથી લોકોમાં ભારોભાર રોષ ફેલાયો છે સાથે જ આવા અસમાજિક તત્વોને તાત્કાલિક પકડી જેલ હવાલે કરવાની માગણી ઉઠી છે.

ઊના શહેરથી સાડા નવ કિલમીટર દુર સામેતેર ગામ આવેલું છે. સામતેર ગામમાં રાવલ નદીના કાંઠે સ્મશાન બનાવાયું છે. દરેક વ્યક્તિને ખબર છે કે જીવનની સફર અહીં જ સમાપ્ત થવાની છે. એટલે જ દરેક લોકો સ્મશાનની પણ મર્યાદા જાળવે છે. જો કે, આ કળયુગમાં કેટલાક તત્વો સ્મશાનમાંથી પણ ચોરી કરવાનો એક મોકો પણ નથી છોડતા.

સામતેરના સ્મશાનમાં પણ આવી જ ઘટના બની છે. અહીં રાખવામાં આવેલા લોખંડના ખાટલાની પ્લેટો કોઇ અજાણ્યા શખ્સો ચોરી ગયા છે. જેને લઈને ગામ લોકોનો રોષ સાતમાં આસમાને પહોંચ્યો છે. દાવો છે કે, આ પહેલીવાર નથી કે સ્મશાનમાંથી ચોરી થઈ હોય. અગાઉ પણ અગાઉ પણ આ જ સ્મશાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

મહત્વનું છે કે, સામતેરમાં રાવલ નદીના કાંઠે આવેલા આંબેડકર નગર વિસ્તારમાં આ મુક્તિધામ છે. હાલ આ સમગ્ર મુદ્દે ગામના આગેવાને પોલીસને જાણ કરી છે જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ કરી હતી અને સ્મશાનમાંથી ચોરી કરનારા શખ્સોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે ગામના સરપંચે કહ્યું કે, બે મહિના પહેલાં પણ અસામાજિક તત્વોએ ચોરી કરી હતી. ત્યારબાદ ગ્રામ પંચાયત દ્વારા સ્મશાનનું રિનોવેશન કરાયું હતું. જો કે, રિનોવેશન બાદ ફરીથી અસાામાજિક તત્વોએ સ્મશાનમાંથી ચોરી કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments